
Delhi MCD Election Results: દિલ્લીમાં કોનુ ચાલશે રાજ, આપ કે ભાજપ? જાણો 10 વાગ્યા સુધીના રુઝાન
Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમની ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ જશે. મત ગણતરી ચાલી રહી છે. એક્ઝીટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે એમસીડીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. જો કે ભાજપનો દાવો છે કે તે આ વખતે પણ ચૂંટણી જીતશે. શરુઆતના રુઝાનોની વાત કરીએ તો ભાજપ આગળ છે. સવારે 10 વાગ્યા સુધીના રુઝાનો મુજબ આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.
બધા 250 વૉર્ડના રુઝાન આવી ચૂક્યા છે. જેમાં ભાજપ 123 અને આપ 119માં આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કરમાં સ્થિતિ સ્પષ્ટ નથી રહી. ક્યારેક આપ તો ક્યારેક ભાજપ આગળ ચાલી રહ્યુ છે. આંકડા દરેક પળે બદલાઈ રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીટ પર પણ ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા પણ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. જ્યાં મનીષ સિસોદિયા સાથે બેઠક ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે દિલ્લી MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયુ હતુ. અત્યાર સુધી એમસીડીમાં ભાજપની સરકાર હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે જનતા હવે પરિવર્તનનો મૂડ બનાવી ચૂકી છે. અગાઉ 5 ડિસેમ્બરે એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકારની રચનાની આગાહી કરવામાં આવી હતી. પરિણામો પહેલા જ પોતાની જીતનો વિશ્વાસ ધરાવતી આમ આદમી પાર્ટીએ નવુ સ્લોગન આપ્યુ હતુ - 'અચ્છે હોંગે 5 સાલ, એમસીડી મે ભી કેજરીવાલ'.