Delhi Metro Accident : નિર્માણાધીન શટરનો પડતા એક ઘાયલ, ઘટના સ્થળે પહોંચી પોલીસ
Delhi Metro Accident : દિલ્હીમાં નિર્માણાધીન મેટ્રો સાઇટ પર એક દુર્ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, હૈદરપુર બદલીમાં જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યાં શટરિંગનો એક ભાગ એક કાર પર પડ્યો હતો.
Delhi Metro Accident : દિલ્હીમાં નિર્માણાધીન મેટ્રો સાઇટ પર આ મેટ્રો દુર્ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હૈદરપુર બદલીમાં જ્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જ્યાં શટરિંગનો એક ભાગ એક કાર પર પડ્યો, જેના કારણે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કારમાં બેઠેલા એક વ્યક્તિને ઈજા થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, જ્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તે સ્થળે શટરિંગનો એક ભાગ કાર પર પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, શટરિંગ હટાવવાનું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન શટરિંગનો એક ભાગ આઉટર રિંગ રોડ તરફથી પીતમપુરા તરફ જતી કાર પર પડ્યો હતો.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, શટરિંગમાં લાકડાના પાટિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે ડીએમઆરસીના અધિકારીઓને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ વ્યક્તિને જરૂરી મદદ પૂરી પાડી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે આ મામલે વિગતવાર તપાસ કરીશું.












Click it and Unblock the Notifications
