For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો ખતરો, દિલ્લી મેટ્રોએ જારી કરી એડવાઈઝરી, અહીં વાંચો

દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(ડીએમઆરસી)એ સાવચેતી રૂપે આ વાતોનુ ધ્યાન રાખવા માટે કહ્યુ છે -

|
Google Oneindia Gujarati News

ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આન જોખમ સામે લડવા માટે દરેક પ્રકારના સંભવ પગલાં લેવાઈ રહ્યા છે. હવે દિલ્લીની લાઈફલાઈન કહેવાતી દિલ્લી મેટ્રોએ પણ મોટુ એલાન કર્યુ છે. મેટ્રોએ અમુક પ્રતિબંધો લાગુ કરી દીધા છે જેથી વાયરસના ખતરા સામે લડી શકાય. દિલ્લી મેટ્રો રેલ કૉર્પોરેશન(ડીએમઆરસી)એ સાવચેતી રૂપે આ વાતોનુ ધ્યાન રાખવા માટે કહ્યુ છે -

delhi metro

- જરૂરી હોય તો જ મેટ્રોથી સફર કરો.
- સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરો, સ્ટેશન પર ઉભા રહેતી વખતે કે પછી મેટ્રોમાં સફ કરતી વખતે એકબીજા સાથે 1 મીટરનુ અંતર જાળવો.
- સાથે બેસતી વખતે પણ મુસાફરો વચ્ચેની એક સીટ છોડીને બેસો.
- બધા મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની રેંડમ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે, જો કોઈને તાવ હોય કે કોરોનાના કોઈ લક્ષણ દેખાય તો તેને ચિકિત્સકીય પરીક્ષણ અને ક્વૉરંટાઈન માટે મોકલવામાં આવશે.
- જે સ્ટેશનો પર મુસાફરોની ભીડ હશે એટલે કે જ્યાં મુસાફરો વચ્ચે 1 મીટરની અપેક્ષિત અંતર ન હોય ત્યાં મેટ્રો નહિ રોકાય.
- મેટ્રોની ફ્રીકવન્સીને સ્થિતિને આધારે બદલી શકાય છે.
- મેટ્રોમાં મુસાફરી કરવા કે પછી ટ્રેન પરિસરમાં રહેવા પર ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસની રોકથામ માટે જે સલાહ આપી છે, તેનુ પાલન કરો.
- કોરોના વાયરસથી સંક્રમિત લોકો કે કોરોના વાયરસના લક્ષણવાળા મુસાફરોને મેટ્રો કે પથી કોઈ પણ અન્ય સાર્વજનિક વાહનથી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે.
- આવો આપણે બધા આ વૈશ્વિક સંકટ સામે લડવા માટે ધીરજ સાથે કામ કરીએ અને આના પ્રસારને ઘટાડવા માટે અધિકારીઓને સહયોગ આપીએ.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ દરમિયાન યંગસ્ટર્સે શોધી ઈશ્ક ફરમાવાની નવી રીતઆ પણ વાંચોઃ કોરોના વાયરસ દરમિયાન યંગસ્ટર્સે શોધી ઈશ્ક ફરમાવાની નવી રીત

English summary
delhi metro issued advisory for travel amid coronavirus pandemic read here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X