For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેડ એલર્ટ પર દિલ્હી મેટ્રો, દર 2 કલાકે ચેકીંગ થઇ રહ્યું છે

બુધવારે દિલ્હી મેટ્રો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

બુધવારે દિલ્હી મેટ્રો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. ન્યુઝ એજેન્સી પીટીઆઈ અનુસાર એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા એજેન્સીઓના નિર્દેશ પછી સવારે 6 વાગ્યાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હી મેટ્રો 327 કિલોમીટરનો રસ્તો કવર કરે છે, જેમાં 236 મેટ્રો સ્ટેશન આવે છે. અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેડ એલર્ટ જાહેર કર્યા પછી દરેક સ્ટેશન નિરીક્ષકને દર બે કલાકે સ્ટેશનનું નિરીક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

delhi metro

આપને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન બંને તરફથી હવાઈ હુમલા થઇ રહ્યા છે. આ દરમિયાન ભારતના એક પાયલોટને પાકિસ્તાને પકડી લીધો છે. તેનો વીડિયો સામે આવ્યા પછી હાહાકાર મચી ગયો હતો.

આ પણ વાંચો: કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયી

બાલાકોટમાં ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન સતત એલઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે. આ પહેલા બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલા પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લડાકુ વિમાનને ભારતીય વાયુસેનાના મિગ 21 ઘ્વારા તોડી પાડવામાં આવ્યું. પરંતુ આ જવાબી કાર્યવાહીમાં ભારતનું મિગ 21 ક્રેશ થઇ ગયું અને વિમાનનો પાયલોટ પાકિસ્તાનમાં જઈ પહોંચ્યો. પાકિસ્તાને પણ દાવો કર્યો છે કે ભારતનો એક પાયલોટ તેમની પાસે છે. હવે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભારત પાછો લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ ભારતીય વાયુસેનાના પાયલોટને જલ્દી અને સુરક્ષત પરત કરે.

આ પણ વાંચો: યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન ખાન

English summary
delhi metro on red alert, all station controllers to inspect station premises every 2 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X