For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન ખાન

યુદ્ધ શરૂ થયું તો ન મારા કાબુમાં રહેશે કે ન તો મોદીનાઃ ઈમરાન

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભાત સાથેના તણાવ વચ્ચે દેશને સંબોધિત કર્યો. તેમણે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કરતા પુલવામા હુમલા પર ફરી વાતચીતનો પ્રસ્તાવ ભારતને આપ્યો છે. તેમણે પહેલા અને બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુદ્ધ શરૂ થયું તો ક્યારે પુરું થશે, તે નક્કી કરવું કોઈના હાથમાં નહિ હોય.

imran khan

ઈમરાન ખાને કહ્યું કે જંગ શરૂ કરતા પહેલા ખબર નથી હોતી કે યુદ્ધ ક્યાં જઈને અટકશે. તેમણે કહ્યું કે પહેલું વિશ્વ યુદ્ધ મહિનાઓમાં પૂરું થનાર હતું જેને 6 વર્ષ લાગી ગયા. બીજા વિશ્વ યુદ્ધમાં હિટલરે વિચાર્યું કે તે રશિયા પર જીત મેળવી લેશે, પરંતુ તેને ઉંધા મોઢાની ખાવી પડી. આતંકની વિરુદ્ધ લડાઈમાં શું અમેરિકાએ વિચાર્યું હતું કે આટલા લાંબા સમય સુધી ફસાયેલા રહેશે, એવી જ રીતે વિયેતનામ યુદ્ધમાં પણ ખબર નહોતી કે તે એટલે દૂર સુધી જશે.

https://twitter.com/ANI/status/1100706264051400708

પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે ઈતિહાસ કહે છે કે જંગમાં આપણે એકબીજાનું આંકલન ન કરી શકીએ. જે હથિયાર અમારી પાસે છે અને તમારી પાસે છે, તેનું આંકલન ન કરી શકવાની ભૂલ થઈ શકે છે. શું આપણે વિચારવું ન જોઈએ કે જો યુદ્ધ શૂ થાય છે તો તે ક્યાં સુધી જશે. કેમ કે ત્યારે યુદ્ધ ન તો મારા કાબૂમાં હશે કે નતો નરેન્દ્ર મોદીના કાબૂમાં હશે.

ઈમરાન ખાને ફરી કહ્યું કે અમે ભારત સાથે આતંકવાદ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ સમસ્યાઓ વાતચીત દ્વારા જ ઉકેલવી જોઈએ. ઈમરાન ખાને કહ્યું કે ભારત પર વાયુસેનાની કાર્યવાહી અમે એટલા માટે કરી જેથી અમે જણાવી શકીએ કે અમને પણ જવાબ દેતા આવડે છે. ઈમરાન ખાને દાવો કર્યો કે અમે ભારતીય વાયુસેનાના બે વિમાન તોડી પાડ્યાં છે અને પાયલોટ અમારી પાસે છે.

વધમાં ઈમરાન ખાને કહ્યું કે પુલવામા હુમલામાં તપાસ માટે અમે ભારતને શક્ય તેટલો તમામ સપોર્ટ કર્યો, આતંકવાદને પ્રોત્સાહન આપવું એ પાકિસ્તાનનું કામ નથી. ખુદની જ ધરતી પર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનને બિલકુલ સ નથી. એવી જ રીતે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે થઈ પણ ન શકે.

આ પણ વાંચો- પાકિસ્તાન સામેની એક્શનમાં આપણું મિગ-21 નુકસાનગ્રસ્ત, પાયલોટ લાપતાઃ વિદેશ મંત્રાલય

English summary
war will not be in control of mine neither in modi's
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X