For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સામેની એક્શનમાં આપણું મિગ-21 નુકસાનગ્રસ્ત, પાયલોટ લાપતાઃ વિદેશ મંત્રાલય

પાકિસ્તાન સામેની એક્શનમાં આપણું મિગ-21 નુકસાનગ્રસ્ત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાકિસ્તાનની સીમામાં ઘૂસીને જૈશના આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ભારે વધી ગયો છે. આ બધાની વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયાને સંબોધતાં કહ્યું કે પાકિસ્તાનની કોશિશને સફળતાપૂર્વક નાકામ કરવામાં આવી. મિગ 21નો પાયલોટ આ એક્શનમાં હજુ પણ લાપતા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાનની કોશિશોને નાકામ કરતી વખતે અમને એક વિમાનનું નુકસાન થયું.

ravish kumar

સીમા પાર પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, રૉ પ્રમુખ, ગૃહ સચિવ અને અન્ય પ્રમુખ અધિકારીઓ સામેલ થયા. લગભગ 20 મિનિટ સુધી આ બેઠક ચાલી. આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના હુમલાથી વેરવિખેર પાકિસ્તાને 15થી વધુ સ્થાનો પર સિઝફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટના સામે આવી છે.

બુધવારે સીમા પાર પાકિસ્તાન વિમાનની હરકતોને પગલે સુરક્ષાના હિસાબે દેખરેખ રાખતા ભારત અને પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલ એરપો્ટ અને એરસ્પેસને હાઈ અલર્ટ કરી દીધા છે. સૂત્રો મુજબ જમ્મુ, શ્રીનગર, લેહ અને ચંદીગઢ એરસ્પેસને બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલીય ઉડાણ રોકી દેવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાને પણ સીમા નજીકના એપોર્ટથી વિમાનની અવરજવર બંધ કરી દીધી છે. આ એરપોર્ટ પરથી કોઈ આંતરરાષ્ટ્રીય ઉડાણ પણ સંચાલિત નહિ થાય.

આ પણ વાંચો- એલઓસી પર ભારે ફાયરિંગ, ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી

English summary
indian air force lost its mig 21 while defending our air border says foreign secretary ravish kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X