For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલઓસી પર ભારે ફાયરિંગ, ભારતે પાકિસ્તાનની 5 પોસ્ટ નષ્ટ કરી

પાકિસ્તાન સેનાએ યુદ્ધવિરામ ઉલ્લંઘન કરતા ભારતે પાકિસ્તાન સેનાની 5 પોસ્ટ નેસ્તનાબૂદ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં મંગળવારે નિયંત્રણ રેખાને પાર પાકિસ્તાન દ્વારા મોર્ટાર અને મિસાઈલ છોડવાના કારણે ઓછામાં ઓછા 5 ભારતીય સૈનિક ઘાયલ થઈ ગયા છે. અધિકારીએ જણાવ્યુ કે સીમાની પાંચ કિલોમીટરની અંદર શાળાઓ અને પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યુ કે પાકિસ્તાન સેનાએ જમ્મુ, રાજોરી અને પુંછ જિલ્લાઓમાં એલઓસી પાસે 12થી 15 સ્થળોએ ભારે હથિયારો સાથે ગોળીબાર કરીને યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યુ છે. ભારતે પાકિસ્તાન સેનાની 5 પોસ્ટ નેસ્તનાબૂદ કરી દીધી છે.

ભારતે પાકિસ્તાનની પાંચ પોસ્ટોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો

ભારતે પાકિસ્તાનની પાંચ પોસ્ટોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો

ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની પાંચ પોસ્ટોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાના અમુક જવાન માર્યા ગયાના સમાચાર છે. પાકિસ્તાની સૈનિકોને ગ્રામીણોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઈલ નાખતા જોવામાં આવ્યા. જો કે ભારતીય સેના ગ્રામીણ વિસ્તારોથી દૂર પાક સેનાને નિશાન બનાવી રહી છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના પણ 10 જવાન ઘાયલ થયા છે.

સીમા પાસેના ગામો ખાલી કરાવાયા

સીમા પાસેના ગામો ખાલી કરાવાયા

પાકિસ્તાનની સેનાએ અખનૂર, જમ્મુ જિલ્લાના પલ્લનવાલા, રાજોરીમાં નૌશેરા, લામ, ઝંગર અને પુંછમાં મનકોટ, કેજી સેક્ટર, ખારી કરમારા, બાલાકોટ અને પુંછને નિશા બનાવ્યુ. રાજોરી અને પુંછના જિલ્લા મેજિસ્ટ્રેટોએ સાવચેતી રૂપે બુધવારે એલઓસીના પાંચ કિમીની અંદર સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દીધી છે. મંગળવારે રાતે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન અને અગ્રણી ચોકીઓ પર ગોળીબાર વચ્ચે કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર સ્થિતિ તણાવપૂર્ણ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે સેનાએ કલગઈ ગામમાંથી પાકિસ્તાની ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો છે. અધિકારીઓનું કહેવુ છે કે ઉરીના અમુક વિસ્તારોમાંથી ગ્રામીણોને સંઘર્ષ વિરામ ઉલ્લંઘન બાદ સુરક્ષિત સ્થલો પર સ્થળાંરિત કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના વર્તમાનપત્રનો દાવો, ફાયરિંગમાં 4 સિવિલિયનના મોત

પાકિસ્તાનના વર્તમાનપત્રનો દાવો, ફાયરિંગમાં 4 સિવિલિયનના મોત

પુંછ અને રાજોરી જિલ્લાના સ્થાનિક લોકોએ કહ્યુ કે તેમને પાકિસ્તાનની સેના દ્વારા સીધા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મનકોટના મોહમ્મદ રાશિદે કહ્યુ કે ભારે ગોળીબાર ચાલુ છે. અમે પોતાના ઘરોમાંથી ભાગવા માટે મજબૂર છે. પાકિસ્તાનના ધ ડૉન વર્તમાનપત્રએ ભારતને પાકિસ્તાની પોસ્ટ અ અસૈન્ય ક્ષેત્રો પર ગોળીબાર માટે દોષી ગણાવ્યા. વર્તમાનપત્રએ જણાવ્યુ કે ભારતીય ગોળીબારમાં ચાર નાગરિક માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ માહિરા ખાનથી વીણા મલિક સુધી, પાકિસ્તાની કલાકારોએ ઉડાવી ભારતની મજાકઆ પણ વાંચોઃ માહિરા ખાનથી વીણા મલિક સુધી, પાકિસ્તાની કલાકારોએ ઉડાવી ભારતની મજાક

English summary
India responds to unprovoked firing along LoC, five Pakistani posts destroyed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X