For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયી

કારગિલ યુદ્ધ દરમિયાન ઈન્ડિયન એરફોર્સમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતા પણ પાકિસ્તાનના ચંગુલમાં ફસી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના હવાઈ હુમલાના સમાચાર બાદ દેશમાં જે ખુશી અને ઉત્સાહનો માહોલ હતો તેને વિંગ કમાંડર અભિનંદનના સમાચારે તકલીફમાં બદલી દીધો છે. બુધવારે વિંગ કમાંડર અભિનંદનનું ફાઈટર જેટ મિગ-21 બાઈસન ક્રેશ થયુ અને તેમને પાકિસ્તાનની સેનાએ પકડી લીધા. જોત જોતામાં તેમના વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા અને દેશમાં એક અજીબ માહોલ બનતો ગયો. આવી જ એક ઘટના 20 વર્ષ પહેલા સન 1999માં ત્યારે બની હતી જ્યારે કારગિલના યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન સામ સામે હતા. આ યુદ્ધ દરમિયાન એ સમયે ઈન્ડિયન એરફોર્સમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતા પણ પાકિસ્તાનના ચંગુલમાં ફસી ગયા હતા. નચિકેતાના પકડાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં નવો વળાંક આવી ગયો હતો. દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. જાણો, શું થયુ હતુ એ સમયે અને કેવી રીતે પાકિસ્તાને નચિકેતાને છોડ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના

શું હતી સમગ્ર ઘટના

26 મે, 1999ના રોજ કારગિલમાં ઈન્ડિયન એરફોર્સે ઑપરેશન સફેદ સાગર લૉન્ચ કર્યુ. આ ઑપરેશન દરમિયાન લેફ્ટનન્ટ કે નચિકેતા મિગ-27 ઉડાવી રહ્યા હતા. નચિકેતાની ઉંમર એ સમયે 26 વર્ષની હતી અને તે આઈએએફની નંબર નવ સ્કવૉડ્રન સાથે પોસ્ટેડ હતા. આ સ્ક્વૉડ્રનને કારગિલના બટાલિક સેક્ટરથી દુશ્મનને ખદેડવાની જવાબદારી આપવામાં આવી હતી જે યુદ્ધમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હતો. તેમના એરક્રાફ્ટના એન્જિનને પાકિસ્તાન તરફથી આવતી સ્ટિંગર મિસાઈલે હિટ કર્યુ અને તેમનું જેટ ક્રેશ થઈ ગયુ.

નચિકેતાએ કર્યો દુશ્મનનો સામનો

નચિકેતાએ કર્યો દુશ્મનનો સામનો

જે વાત સૌથી વધુ દુઃખદાયી હતી તે એ હતી કે નચિકેતાનું જેટ તો ભારતીય સીમામાં પડ્યુ પરંતુ તે પીઓકેમાં પડી ગયા. નચિકેતાનું પેરાશૂટ સ્કાર્દૂમાં પડ્યુ. નચિકેતાને શોધવા માટે તેમના સાથી સ્ક્વૉડ્રન લીડર અજય આહૂજા મિગ-21 માંથી નીકળ્યા અને તેમના એરક્રાફ્ટને પણ પાક મિસાઈલે નિશાન બનાવ્યુ. સ્ક્વૉડ્રન લીડર આહૂજા શહીદ થઈ ગયા. નચિકેતાને પાકિસ્તાનની સેનાએ પકડી લીધી અને તે પહેલા પ્રિઝનર ઑફ વૉર એટલે કે પીઓડબ્લ્યુ માનવામાં આવ્યા. પાકિસ્તાને તેમને પકડી લીધી પરંતુ તેમણે યુદ્ધ કર્યા વિના પોતાને હાથ પણ લગાવવા ન દીધો. નચિકેતા દુશ્મનો પર પોતાની સર્વિસ પિસ્ટલથી સતત ફાયરિંગ કરતા રહ્યા અને જ્યાં સુધી તેમની પિસ્ટલમાં છેલ્લી ગોળી રહી તે દુશ્મન સાથે લડતા રહ્યા.

છેલ્લી ગોળી સુધી લડ્યા નચિકેતા

છેલ્લી ગોળી સુધી લડ્યા નચિકેતા

પરંતુ તેમની પિસ્ટલમાં ગોળી ખતમ થઈ ગઈ અને પાક સેનાએ તેમને પકડી લીધા. પાકની સેના તેમને અહીંથી રાવલપિંડી લઈ ગઈ અને અહીં તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા. નચિકેતાનો જીવ પાકિસ્તાન એરફોર્સના એક સીનિયર ઓફિસરે બચાવ્યો. વર્ષ 2016માં નચિકેતાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે જે જવાને તેમને પકડ્યા તે તેમને જાનથી મારી નાખતા કારણકે તે એમના માટે એક દુશ્મન હતા જે તેમના પર ગોળીઓ ચલાવી રહ્યા હતા. સૌભાગ્યથી એક અધિકારી ત્યાં આવ્યા. તેમને એ વાત સમજમાં આવી ગઈ કે હવે નચિકેતા બંધક છે અને તેમની સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ. તુફેલ, નચિકેતાથી રેંકમાં સીનિયર હતા.

એક સપ્તાહ બાદ મુક્ત થયા નચિકેતા

એક સપ્તાહ બાદ મુક્ત થયા નચિકેતા

લગભગ એક સપ્તાહ સુધી બંધક રહ્યા બાદ 3 જૂન, 1999 ના રોજ પાકે તેમને મુક્ત કર્યા. નચિકેતાને પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસને સોંપવામાં આવ્યા. ત્યારબાદ તે વાઘા બોર્ડરથી દેશ પહોંચ્યા હતા. જે અધિકારીઓ નચિકેતાનો જીવ બચાવ્યો હતો તેમનુ નામ તુફેલ હતુ. તુફેલ, નચિકેતાને પોતાના રૂમમાં લઈ ગયા. અહીં તેમણે નચિકેતા સાથે તેમની પસંદ અને નાપસંદ વિશે ઘણી વાતો કરી. નચિકેતાએ જણાવ્યુ કે તુફેલે તેમને પોતાના પિતાની હ્રદયની બિમારીની વાત કરી હતી અને પોતાની બહેનોના લગ્નનો પણ ઉલ્લેખ કર્યો હતો. માત્ર આટલુ જ નહિ તુફેલે નચિકેતા માટે શાકાહારી સ્નેક્સની પણ વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચોઃ ભારતની પાકિસ્તાન પાસે માંગ, પાયલટની કોઈ નુકશાન વિના સુરક્ષિત મુક્તિઆ પણ વાંચોઃ ભારતની પાકિસ્તાન પાસે માંગ, પાયલટની કોઈ નુકશાન વિના સુરક્ષિત મુક્તિ

English summary
when Pakistan captured Indian Pilot Flt.Lt. K Nachiketa during Kargil war like Wing Commander Abhinandan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X