For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

22 વર્ષના યુવકે પીએમ મોદીને આપી જાનથી મારી નાખવાની ધમકી, ધરપકડ થયા બાદ જણાવ્યુ કારણ

હાલમાં જ દિલ્લી પોલિસ પાસે એક ફોન આવ્યો જેમાં એક વ્યક્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની વાત કહી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાલમાં જ દિલ્લી પોલિસ પાસે એક ફોન આવ્યો જેમાં એક વ્યક્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની વાત કહી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો. પોલિસ ટીમે સાથે ઈન્ટેલીજન્સ બ્યુરોએ પણ કેસની તપાસ શરૂ કરી ત્યારબાદ 22 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી. જો કે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે બધી સચ્ચાઈ કહી દીધી. હાલમાં પોલિસે કેસ નોંધીને આરોપીને જેલમાં મોકલી દીધો છે.
માહિતી મુજબ 22 વર્ષના સલમાને પોલિસને એક ફોન કર્યો હતો જેમાં તેણે કહ્યુ કે, 'મારે મોદીને મારવાનો છે'.

police

ત્યારબાદ ખજૂરી ખાસ પોલિસની ટીમે નંબરને સર્વિલાંસ પર લગાવીને આરોપીની ધરપકડ કરી. જેના પરથી જાણવા મળ્યુ કે તે પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે. થોડા દિવસ પહેલા જ તે જામીન પર બહાર આવ્યો હતો. આરોપીએ શરૂઆતની પૂછપરછમાં જણાવ્યુ કે તે ફરીથી જેલની અંદર જવા માંગતો હતો જેના કારણે તેણે આ ફોન કૉલ કર્યો હતો. જો કે દિલ્લી પોલિસના મોટા અધિકારીઓ હજુ પણ તેની પૂછપરછ કરી રહ્યા છે.

પહેલા પણ આવ્યો હતો આવો કેસ

તમને જણાવી દઈએ કે પીએમને ધમકી આપવાનો આ કોઈ પહેલો કેસ નથી. જાન્યુઆરીમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જ્યાં એક વ્યક્તિ પોલિસને ફોન કરીને પીએમ મોદીને મારનારાને ઈનામ તરીકે 30 કરોડ રૂપિયા આપવાની વાત કહી હતી. જો કે બાદમાં પોલિસે પિંટુ નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી જે વ્યવસાયે કાર્પેન્ટર છે. તપાસમાં પોલિસને જાણવા મળ્યુ કે તે માનસિક રીતે બિમાર છે અને તેનો એક હોસ્પિટલમાં ઈલાજ પણ ચાલી રહ્યો હતો.

English summary
Delhi police arrest 22 year youth who threatens to PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X