For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tablighi Jamaat: મૌલાના સાદ પર શિકંજો કસાઈ શકે, ક્રાઈમ બ્રાન્ચે આ પ્લાન બનાવ્યો

Tablighi Jamaat: મૌલાના સાદ પર શિકંજો કસાઈ શકે, ક્રાઈમ બ્રાન્ચે આ પ્લાન બનાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લૉકડાઉન દરમિયાન નિજામુદ્દીન સ્થિત મજરકમાં તબલીગી જમાતનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવાના આરોપમાં મૌલાના સાદ વિરુદ્ધ પોલીસે મામલો નોંધી લીધો છે. કેસ નોંધાયા બાદથી જ મૌલાના સાદ લાપા જણાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સમગ્ર મામલે મહત્વની જાણકારી સામે આવી છે કે ક્રાઈમ બ્રાંચની ટીમ મૌલાના સાદ પર શિકંજો કસવાની તૈયારી કરી ચૂકી છે.

મૌલાના સાદની પૂછપરછ કરી શકે ક્રાઈમ બ્રાંચની ટીમ

મૌલાના સાદની પૂછપરછ કરી શકે ક્રાઈમ બ્રાંચની ટીમ

સૂત્રો મુજબ ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે કે મંગળવારે તબલીગી નેતા અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી શકે છે. ક્રાઈમ બ્રાંચની ટીમ આ દરમિયાન ડૉક્ટરોને પણ પોતાની સાથે રાખી શકે છે જેથી મૌલાના સાદ બહાનાબાજી કે બચવા માટે હથકંડા ના અપનાવે. મૌલાના સાદ સહિત અન્ય આરોપીઓએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી દાખલ કરવાના સવાલ પર દિલ્હી પોલીસે કહ્યું કે આરોપીઓને તેનો અધિકાર છે પરંતુ સમગ્ર મામલે તેમની પૂછપરછ જરૂરી છે.

ક્વારંટાઈનની અવધી પૂરી થવાનો ઈંતેજાર કરી રહી હતી પોલીસ

ક્વારંટાઈનની અવધી પૂરી થવાનો ઈંતેજાર કરી રહી હતી પોલીસ

દિલ્હી પોલીસ મૌલાનાની હોમ ક્વારંટાઈનની અવધી પૂરી થવાનો ઈંતેજાર કરી રહી હતી, જે હવે પૂરી થઈ ચૂકી છે. દિલ્હી પોલીસ દ્વારા સમગ્ર મામલે જણાવવામાં આવ્યું કે ડૉક્ટરોની એક ટીમને સામેલ કરવા પર વિચાર થઈ રહ્યો છે જેથી મૌલાના સહિતા અન્ય આરોપીઓ પૂછપરછમાં છટકબારી ના શોધી શકે. એક ઑફિસરે જણાવ્યું કે પૂછપરછ ક્યાં થાય છે તે મહત્વનું નથી, આ મામલે ક્રાઈમ બ્રાંચ નક્કી કરશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બધા જ સબુતો એકઠા કરી લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ બાકી છે.

પોલીસ ડૉક્ટરોની ટીમને પણ સાથે રાખી શકે છે

પોલીસ ડૉક્ટરોની ટીમને પણ સાથે રાખી શકે છે

મૌલાના સાદ પર પૂછાયેલા સવાલો પર પોલીસ અધિકારીએ કહ્યું કે, દિલ્હી સરકાર, પોલીસ, એસડીએમ, ડબલ્યૂએચઓ અને સ્વાસ્થ્ય વિભાગની વારંવાર ચેતાવણી છતાં આટલો વિશાળ જમાવડો કેમ હતો? પલીસ અધિકારીએ કહ્યું કે હાલ અમને એકેય સબૂતની જરૂરત નથી, પૂછપરછ બાદ આરોપીઓના નિવેદનના આધારે આગળની તપાસ કરવામાં આવશે. ક્વારંટાઈન દરમિયાન દસ્તાવેજો મળવાના સવાલ પર ક્રાઈમ બ્રાંચના અધિકારીએ કહ્યું કે પોલીસ અને મીડિયાની કામ કરવાની રીતમાં તફાવત હોય છે. હાલ આ મામલે કંઈ કહી ના શકાય.

જંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યુંજંગલમાં અજગર અને દીપડા વચ્ચે થઈ ખતરનાક લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું

English summary
delhi police crime branch all set to nab maulana saad, a tablighi jamaat leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X