દિલ્લી પોલિસે JNU છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 સામે FIR નોંધી
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ)માં થયેલા હોબાળા વચ્ચે હવે દિલ્લી પોલિસે જેએનયુ છાત્ર સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 20 લોકો સામે એફઆઈઆર નોંધી છે. આ લોકો પર આરોપ છે કે તેમણે સિક્યોરિટી ગાર્ડ્ઝ પર હુમલો કર્યો હતો. સાથે જ 4 જાન્યુઆરીના રોજ સર્વર રૂમને પણ ઘણુ નુકશાન પહોંચાડ્યુ. આ ફરિયાદ જેએનયુ પ્રશાસને 5 જાન્યુઆરીના રોજ નોંધી છે. જેએનયુ પ્રશાસને એક અન્ય ફરિયાદ 3 જાન્યુઆરીવાળા કેસમાં પણ નોંધાવી હતી પરંતુ તેમાં ઘોષનુ નામ નહોતુ.

એબીવીપી અને ડાબેરી છાત્રો વચ્ચે લડાઈ
તમને જણાવી દઈએ કે જેએનયુમાં રવિવારે થયેલી હિંસા પહેલા એબીવીપી અને ડાબેરી છાત્રો વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. બપોરે લગભગ 1 વાગે અમુક બુકાનીધારી લોકોએ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન સિસ્ટમમાં પ્રવેસ કર્યો હતો અને સર્વરને નુકશાન પહોંચાડ્યુ. કથિત રીતે જાબેરી યુનિયનો સાથે જોડાયેલા છાત્ર 3 જાન્યુઆરીથી સર્વર રૂમમાં હાજર હતા. આ દિવસે ડાબેરી અને એબીવીપી છાત્રો વચ્ચે વિવાદ થઈ ગયો. એબીવીપી નેતાએ સર્વર રૂમમાં પ્રવેશ ન કરવા દેવા માટે એક ડાબેરી છાત્ર સાથે મારપીટ કરી.
|
સિક્યોરિટી ગાર્ડ્ઝને પણ પીટ્યા
5 જાન્યુઆરીના રોજ બપોરના સમયે વિંટર સેમેસ્ટર માટે રજિસ્ટ્રેશન કરવા ગયેલા એબીવીપીના છાત્રો પર હુમલો થયો. જે બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ્ઝને પણ પીટવામાં આવ્યા જે સમગ્ર મામલાને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ Forbes: દુનિયાના ટૉપ-20 લોકોમાં પ્રશાંત કિશોર અને કન્હૈયા કુમાર શામેલ

પાછળના ગેટથી લગભગ 50 લોકોએ કર્યો પ્રવેશ
ત્યારબાદ સાંજે 5 વાગે જેએનયુના પાછળના ગેટમાંથી લગભગ 50 લોકોએ પ્રવેશ કર્યો જેમને કથિત રીતે એબીવીપી સાથે જોડાયેલા બતાવવામાં આવી રહ્યા છે. તેમની પાસે લાઠી દંડા હતા. તે હોસ્ટેલોની અંદર ઘૂસ્યા અને છાત્રો પર હુમલો કરવા લાગ્યા. ઢાબા પર હાજર છાત્રો પર બુકાનીધારી પુરુષો અને મહિલાઓએ હુમલો કર્યો જેમાં લગભગ 30 લોકો ઘાયલ થઈ ગયા. આ હિંસામાં ઘોષને માથામાં ઈજા થઈ હતી.