For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પોલીસે ગૌતમ ગંભીરને ધમકી આપનારને ટ્રેક કર્યો, પાકિસ્તાનથી મેલ આવ્યો હતો!

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગૌતમ ગંભીરને મળેલી જાનથી મારી નાખવાની ધમકીનો મેલ એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેની ઓળખ શાહિદ હમીદ તરીકે થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 નવેમ્બર : ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગૌતમ ગંભીરને મળેલી જાનથી મારી નાખવાની ધમકીનો મેલ એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેની ઓળખ શાહિદ હમીદ તરીકે થઈ છે. દિલ્હી પોલીસે હવે તેને શોધી કાઢ્યો છે. દિલ્હી પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને મળેલા કથિત ધમકીના મેલ વિશે ગૂગલ પાસેથી આઈપી એડ્રેસ જેવી માહિતી માંગી હતી. સાંસદ ગૌતમ ગંભીર સહિત કેટલાક અન્ય લોકોને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઑફ જમ્મુ-કાશ્મીરના નામે ધમકીભર્યો મેલ મળ્યો હતો.

Gautam Gambhir

દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ટીમે પહેલાથી જ વ્યક્તિના આઈપી એડ્રેસને ટ્રેક કરી લીધું હતું અને ગૌતમ ગંભીરને લખેલા ધમકીભર્યા પત્ર પાછળના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈપી એડ્રેસ પરથી જાણવા મળ્યું છે કે હામિદે આ મેઈલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લખ્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ)ને મોકલવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે રાત્રે 9.32 વાગ્યે ગૌતમ ગંભીરના સત્તાવાર ઈમેલ આઈડી પર આઈએસઆઈએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અધિકારીઓએ કહ્યું કે ઈ-મેલમાં લખ્યું છે કે, અમે તને અને તારા પરિવારને મારી નાખીશું. ગૌતમ ગંભીરે ફરિયાદમાં મામલાની નોંધ લેવા, એફઆઈઆર નોંધવા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.

આ મામલામાં ગંભીરના અંગત સચિવ ગૌરવ અરોરાએ બુધવારે રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓ આ કેસમાં ISI (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ) ની સંડોવણીના સંભવિત એંગલની પણ તપાસ કરી રહ્યા છે. તે તપાસવામાં આવી રહ્યું છે કે શું ગુનેગારે ઇરાદાપૂર્વક આવુ કર્યું છે કે પત્ર ISJK તરફથી મોકલવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પત્ર ધ્યાન આકર્ષિત કરે તે સુનિશ્ચિત કરવા માટે ગંભીરની પસંદગી ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે ગૌતમ ગંભીરને સતત ઉપરાઉપરી બે વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ગૌતમ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે.

English summary
Delhi Police tracked down Gautam Gambhir's intimidator, mail came from Pakistan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X