For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 સીએમે પીએમ મોદીને દિલ્હીનો મામલો ઉકેલવા માટે કહ્યું

પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગમાં મમતા બેનર્જી સહિત ત્રણ અન્ય મુખ્યમંત્રીઓ ઘ્વારા દિલ્હીના રાજનૈતિક સંકટમાં દખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગમાં મમતા બેનર્જી સહિત ત્રણ અન્ય મુખ્યમંત્રીઓ ઘ્વારા દિલ્હીના રાજનૈતિક સંકટમાં દખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. નીતિ આયોગ ગવર્નર કાઉન્સિલ બેઠકમાં પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયન ઘ્વારા પીએમ મોદી સાથે મુલાકાત કરવામાં આવી.

pm modi

મમતા બેનર્જીએ કહ્યું કે, મેં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રી સાથે પીએમ મોદીની મુલાકાત કરીને દિલ્હીની સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે. મમતા બેનર્જી ઘ્વારા ગઈ કાલે જ જણાવવામાં આવ્યું હતું કે તેઓ દિલ્હીમાં રાજનૈતિક સંકટ અંગે પીએમ મોદી સાથે વાતચીત કરશે.

આ ચારે સીએમને કાલે દિલ્હીના ઉપરાજ્યપાલ ઘ્વારા સીએમ કેજરીવાલ સાથે મળવા દેવા માટે અનુમતિ આપવામાં આવી ના હતી. ત્યારપછી તેમને કેજરીવાલના ઘરે જઈને પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. સૂત્રો અનુસાર પીએમ તરફથી આ ચારે સીએમને દિલ્હીમાં ચાલી રહેલા સંકટને ઉકેલવા માટે કોઈ પણ આશ્વાશન આપવામાં આવ્યું નથી.

તે પહેલા આજે સવારે પણ અરવિંદ કેજરીવાલ ઘ્વારા ટવિટ કરીને પીએમ મોદી પર તીખા હુમલા કરવામાં આવ્યા હતા. તેમને કહ્યું હતું કે આવા પીએમ હોવાથી દેશનું લોકતંત્ર કઈ રીતે સુરક્ષિત થશે. આપણે જણાવી દઈએ કે મમતા બેનર્જી ઘ્વારા દિલ્હીના વર્તમાન હાલતને સંવિધાનિક સંકટ ગણાવ્યું હતું.

English summary
Delhi political issues raises in NIti Aayog meeting, 4 CMs request PM Modi to solve the problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X