For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારની મહિલાઓને ભેટ, ટેક્સી ડ્રાઈવર બનવા માટે મળશે નાણાકીય મદદ

દિલ્લી સરકારે પ્રોફેશનલ ટેક્સી ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવર ટ્રેનિંગ લેવા ઈચ્છતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક સ્કીમ શરૂ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે પ્રોફેશનલ ટેક્સી ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવર ટ્રેનિંગ લેવા ઈચ્છતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક સ્કીમ શરૂ કરી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ટ્રેનિંગના 50 ટકા એટલે કે પ્રત્યેક મહિલા માટે લગભગ 4800 રૂપિયા ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. બુરાડી, લોની અને સરાય કાલે ખાં ખાતે સરકાર દ્વારા સ્થાપિત ઇન-હાઉસ ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રોમાં મહિલાઓની તાલીમ આપવામાં આવશે.

arvind kejriwal

આ પહેલ મુજબ, સરકાર આ કંપનીઓમાં ડ્રાઇવિંગની નોકરી ઇચ્છતી મહિલાઓ માટે તાલીમ ખર્ચના બાકીના 50 ટકા સ્પોન્સર કરવા માટે ફ્લીટ માલિકો અને એગ્રીગેટર્સને આમંત્રિત કરશે. તેનો એક ઉદ્દેશ્ય એ છે કે તાલીમ પૂર્ણ કર્યા પછી, પહેલ દ્વારા પ્રશિક્ષિત મહિલાઓને આ કંપનીઓમાં ખાતરીપૂર્વકની નોકરી મળી શકે.

આ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર પરિવહન ક્ષેત્રમાં મહિલાઓ માટે રોજગારીની તકો વિકસાવવાનો છે. દિલ્લી સરકારે સોમવારે દિલ્લીના સાર્વજનિક પરિવહનમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણી પહેલો અમલમાં મૂકી છે. અગાઉ ફેબ્રુઆરીમાં, દિલ્લી સરકારે તેના બસ સંચાલનમાં ડ્રાઇવર તરીકે વધુ મહિલાઓની ભરતી કરવા માટે ધોરણો અને પાત્રતાના માપદંડો હળવા કર્યા હતા.

દિલ્લી સરકારે લઘુત્તમ ઊંચાઈના માપદંડને 159 સેમીથી ઘટાડીને 153 સેમી કરી દીધો હતો અને મહિલા અરજદારોને બસ ડ્રાઈવર તરીકે સામેલ કરવા માટેનો 'અનુભવ માપદંડ' એક મહિના સુધી ઘટાડ્યો હતો. આ પગલાથી લગભગ 7300 બસોના સંયુક્ત કાફલા સાથે દિલ્લી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) અને દિલ્લી ઈન્ટિગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (DIMTS)માં મહિલાઓની રોજગારીની તકોમાં વધારો થયો છે. સરકારના આ પગલાથી રાજ્યના 15000 મજબૂત વર્કફોર્સની અંદર મહિલાઓ માટે રોજગારના નવા રસ્તાઓ ખુલ્યા છે જે જાહેર પરિવહનમાં બસ ડ્રાઈવરોના છે.

આ વર્ષે એપ્રિલમાં પરિવહન પ્રધાન કૈલાશ ગહલોતે મહિલાઓને તેમના હેવી મોટર વ્હીકલ (HMV) લાઇસન્સ મેળવવા માટે તાલીમ આપવા માટે સોસાયટી ફોર ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SDTI), બુરારી ખાતે 'મિશન પરિવર્તન' શરૂ કર્યુ હતુ. એચએમવી શ્રેણીના ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે 180 મહિલા ઉમેદવારોને તાલીમ આપવા માટે દિલ્લી સરકાર અને અશોક લેલેન્ડ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે પહેલનો અમલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં દિલ્લી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્લીટ હેઠળ ચાલતી તમામ બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ બસો સીસીટીવી, પેનિક બટન અને બસ માર્શલની હાજરી, બસોનુ લાઈવ ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ઈ-ટિકીટીંગ જેવી સુવિધાઓથી સજ્જ છે. દિલ્માંલી મહિલાઓને જાહેર બસોમાં મફત મુસાફરી કરવા માટે ગુલાબી પાસ પણ આપવામાં આવે છે.

દિલ્લીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યુ, 'છેલ્લા કેટલાક મહિનામાં અમે પરિવહન કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ઘણી પહેલ કરી છે. મહિલાઓ આગળ આવે અને દિલ્લીના પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્વનો હિસ્સો બને તેનો હેતુ છે. અમે DTCમાં બસ ડ્રાઈવર તરીકે મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ પહેલના અમલીકરણ પછી તે દિવસ દૂર નથી જ્યારે દિલ્લીના રસ્તાઓ પર વાહનવ્યવહારના વિવિધ જાહેર માધ્યમો માટે મોટી સંખ્યામાં મહિલાઓ ડ્રાઇવર તરીકે જોવા મળશે.

English summary
Delhi's Kejriwal government tie up with aggregators to increase women cab drivers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X