દિલ્હી: જેલમા ખાવાને લઇ સત્યેન્દ્ર જૈનને કોર્ટમાંથી મળી રાહત
તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હી કોર્ટે પોતાના આદેશમાં તિહાર જેલ પ્રશાસનને સત્યેન્દ્ર જૈનને યોગ્ય ભોજન આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે અન
તિહાર જેલમાં બંધ દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હી કોર્ટે પોતાના આદેશમાં તિહાર જેલ પ્રશાસનને સત્યેન્દ્ર જૈનને યોગ્ય ભોજન આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે અન્ડર ટ્રાયલ કેદીઓ જેઓ તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર ઉપવાસ કરે છે તેમને આપવામાં આવતો ખોરાક સત્યેન્દ્ર જૈનને આપવામાં આવે. કોર્ટે જેલ પ્રશાસનને સત્યેન્દ્ર જૈનને જેલની અંદર શું ભોજન પીરસવામાં આવ્યું હતું તે અંગેનો વિગતવાર અહેવાલ દાખલ કરવા પણ કહ્યું છે. કોર્ટે સત્યેન્દ્ર જૈનને છેલ્લા 6 મહિનામાં શું આપવામાં આવ્યું તેની માહિતી માંગી છે. કોર્ટે એ પણ માહિતી માંગી છે કે આ સમયગાળા દરમિયાન સત્યેન્દ્ર જૈન ધાર્મિક ઉપવાસ પર હતા કે કેમ, તેમણે કેટલા દિવસ ઉપવાસ કર્યા છે.

કોર્ટે કહ્યું કે 24 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં માહિતી પૂરી પાડવામાં આવે. આ સાથે આરોપીનો મેડિકલ રિપોર્ટ પણ દાખલ કરવો જોઈએ. આખરે તેનું એમઆરઆઈ કેમ ન થયું, તેના વિશે પણ માહિતી આપવી જોઈએ. જો તેમને એમઆરઆઈ કરાવવાની મંજૂરી નથી, તો સત્યેન્દ્ર જૈનને કઈ બીમારી છે તે જણાવવું જોઈએ. તેમના સ્વાસ્થ્ય વિશે 28 નવેમ્બર સુધીમાં વિગતવાર માહિતી આપવાની રહેશે.
તમને જણાવી દઈએ કે મંગળવારે જૈને કોર્ટમાં કહ્યું હતું કે તેમને જેલની અંદર યોગ્ય ભોજન આપવામાં આવી રહ્યું નથી. તેમને જેલની અંદર કોઈ ખાસ સુવિધા આપવામાં આવી રહી નથી. AAP નેતાએ દાવો કર્યો છે કે તેમને મેડિકલ ટેસ્ટ, ચેકઅપ, ફૂડ વગેરે જેવી જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી રહી નથી. તેણે કહ્યું કે મેં ધાર્મિક માન્યતાના આધારે ભોજનની માંગણી કરી હતી. મને જૈન મંદિરમાં જવા દેવામાં આવ્યું ન હતું, હું ઉપવાસ પર હતો, મારે રાંધેલું ભોજન, દૂધ, અનાજ ખાવાનું નહોતું. જણાવી દઈએ કે જેલની અંદર સત્યેન્દ્ર જૈનના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ તેના પર સતત હોબાળો થઈ રહ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
