For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%

હિંમત હોય તો વ્યક્તિ તમામ મુશ્કેલીઓ છતાં પણ પોતાની મંઝિલ મેળવી જ લે છે. આ વાતને સાબિત કરી છે દિલ્લીના પરમેશ્વરે. જાણો તેની કહાની.

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. હિંમત હોય તો વ્યક્તિ તમામ મુશ્કેલીઓ છતાં પણ પોતાની મંઝિલ મેળવી જ લે છે. આ વાતને સાબિત કરી છે દિલ્લીના પરમેશ્વરે જેણે ગરીબીનો સામનો કરીને સીબીએસઈ બોર્ડની 12માંની પરીક્ષામાં 91.7 ટકા ગુણ મેળવ્યા છે. તેની આ હિંમતની કહાની આજકાલ ચર્ચાનો વિષય બનેલી છે. સાથે જ અમુક એનજીઓ તેના અભ્યાસમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.

ભણવા માટે કાર ધોતો

ભણવા માટે કાર ધોતો

NDTVના રિપોર્ટ મુજબ પરમેશ્વર દિલ્લીની ઝુગ્ગી વસ્તીમાં રહે છે. પરમેશ્વરની આ મહેનતથી ઝુગ્ગીઓમાં રહેતા બાકીના બાળકોને પણ ઘણી પ્રેરણા મળશે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. જેના કારણે બે રૂમમાં 9 લોકો રહેતા હતા. ખૂબ મુશ્કેલીથી તેના પરિવારને બે ટંકનુ જમવાનુ મળતુ હતુ. એવામાં ફી અને ભણવાનો ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ હતો. આના માટે તેણે ખુદ કામ કરવાનુ શરૂ કરી દીધુ. 10મુ પાસ કર્યા બાદ પરમેશ્વર કાર ધોવાનુ કામ કરવા લાગ્યો. આના બદલામાં મહિનામાં તે 3000 રૂપિયા કમાતો હતો. આ પૈસાથી તેણે સ્કૂલનો યુનિફોર્મ અને પુસ્તકો ખરીદ્યા.

ભીષણ ઠંડી પણ ડગાવી ન શકી

ભીષણ ઠંડી પણ ડગાવી ન શકી

દિલ્લીમાં ભીષણ ઠંડી પડે છે. તેમછતાં પરમેશ્વર સવારે 4 વાગે ઉઠીને કામ પર નીકળી જતો હતો. ત્યાં સુધી પહોંચવા મટે તેને અડધો કલાક ચાલીને જવુ પડતુ હતુ. ઠંડીમાં પણ તે બે-ત્રણ કલાક સુધી સતત કામ કરતો હતો. આ દરમિયાન તે 10-15 કાર ધોઈ નાખતો. તેનુ કામ સપ્તાહમાં છ દિવસ રહેતુ. પરમેશ્વરના જણાવ્યા મુજબ ઠંડીમાં જાગવુ અને કામ કરવુ સરળ નહોતુ. તે જ્યારે ઠંડા પાણીને અડતો ત્યારે તેના હાથ 5 મિનિટ સુધી થીજી જતા હતા અને તેની આંગળીને સૂન્ન થઈ જતી હતી.

હોસ્પિટલમાં રહીને અભ્યાસ

હોસ્પિટલમાં રહીને અભ્યાસ

પરમેશ્વરના જણાવ્યા મુજબ લોકો કહેતા હતા કે તુ થોડા રૂપિયા માટે અપમાન કેમ સહન કરે છે અને મુશ્કેલ કામ કરે છે. તેમછતાં તેણે હાર ન માની. તેના 62 વર્ષીય પિતા હ્રદયના દર્દી હતા. પરમેશ્વર મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવાર પર બોજ બનવા નહોતો માંગતો. તેની મુશ્કેલીઓ અહીં જ ખતમ નહોતી થઈ. માર્ચમાં પિતાનુ ઑપરેશન થયુ જેના કારણે તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યો. આ દરમિયાન તેણે હિંદીની તૈયારી હોસ્પિટલમાં રહીને જ કરી. બાદમાં તેણે સીબીએસઈમાં 91.7 ટકા ગુણ મેળવીને પરિવારનુ નામ રોશન કર્યુ. હવે તેની મદદ માટે અમુક એનજીઓ પણ સામે આવ્યા છે. સાથે જ દિલ્લી વિશ્વવિદ્યાલયથી ઈંગ્લિશ ઑનર્સ માટે તેણે ઑનલાઈન ફૉર્મ પણ ભર્યુ છે.

સુરતઃ 10માં ધોરણની બે છાત્રાઓએ એસ્ટેરૉઈડની કરી શોધ, નાસાએ કરી પુષ્ટિસુરતઃ 10માં ધોરણની બે છાત્રાઓએ એસ્ટેરૉઈડની કરી શોધ, નાસાએ કરી પુષ્ટિ

English summary
Delhi slum boy got 92 percent in board exam, doing part time job in car washing center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X