For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ

દિલ્લીમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ નેતાઓનુ પ્રતિનિધિ મંડળ ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ નેતાઓનુ પ્રતિનિધિમંડળ ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. કોંગ્રેસ નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને તેમને મેમોરેન્ડમ સોંપ્યુ. રાષ્ટ્રપતિને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યુ, અમે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો છે કે તે રાજધર્મની રક્ષા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે. જે રીતની હિંસા દિલ્લીમાં થઈ તે શરમજનક છે, સરકાર પોતાની ફરજમાં ફેલ થઈ છે. રાષ્ટ્રપતિએ આના પર પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ.

congress

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે અમારી રાષ્ટ્રપતિને અપીલ છે કે અમિત શાહને ગૃહમંત્રીના પદેથી હટાવવામાં આવે. ગૃહમંત્રી તરીકે અમિત શાહ પોતાનુ કામ યોગ્ય રીતે કરી શક્યા નથી અને દિલ્લીમાં જાનમાલને ભારે નુકશાન થયુ છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે રાષ્ટ્રપતિએ કહ્યુ કે તે અમારી માંગોને ધ્યાનમાં લે,, અમે મુલાકાતથી સંતુષ્ટ છે. સોનિયા ગાંધીએ કેન્દ્ર સાથે સાથે દિલ્લી સરકારને પણ ઘેરી છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર અને દિલ્લીની સરકાર હિંસીની મૂક દર્શક બની રહી અને આના પર કાબુ મેળવવાની કોઈ કોશિશ કરવામાં આવી નથી. હિંસામાં 34 લોકોના જીવ ગયા છે, વેપાર-ધંધા ચોપટ થઈ ગયા છે, લોકોએ દુકાનો અને ઘર લૂંટી લીધા છે. આ બધુ દેખાડી રહ્યુ છે કે સરકાર કેટલી હદે નિષ્ફળ રહી છે. ઉત્તર પૂર્વ દિલ્લીમાં હિંસા માટે કોંગ્રેસ દિલ્લીના આમ આદમી પાર્ટી અને કેન્દ્રની એનડીએ સરકાર પર હુમલાવર છે. હિંસામાં 34 લોકોના જીવ ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ છે.

સંપત્તિઓને પણ ભારે નુકશાન થયુ છે. બુધવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્લી સરકારના બિનજવાબદાર વલણે રાજધાનીને હુલ્લડમાં ઝોંકી દીધી. ગાંધીએ કહ્યુ કે આ ભયાનક હિંસાની અમિત શાહ અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે જવાબદારી લેવી જોઈએ. અમિત શાહે તરત જ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ.
દિલ્લી હિંસાના વિરોધમાં બુધવારે કોંગ્રેસે ગાંધી સ્મૃતિ સુધી શાંતિમાર્ચ પણ કાઢી. આ માર્ચનુ નેતૃત્વ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કરી રહ્યા હતા. તેમની સાથે સુષ્મતિતા દેવ, કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસી નેતા શાંતિ માર્ચમાં શામેલ થયા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું દિલ્લીના લોકોને અપીલ કરુ છુ કે તે હિંસા ના કરે, શાંતિ જાળવી રાખે અને સાવચેતી રાખે.

આ પણ વાંચોઃ સંજય મિશ્રાની પત્ની સાથે છે રઘુબીર યાદવને છે નાજાયજ સંબંધ, બંનેને છે 14 વર્ષનો પુત્રઆ પણ વાંચોઃ સંજય મિશ્રાની પત્ની સાથે છે રઘુબીર યાદવને છે નાજાયજ સંબંધ, બંનેને છે 14 વર્ષનો પુત્ર

English summary
Delhi violence Congress delegation memorandum to President Ram Nath Kovind Sonia Gandhi Manmohan Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X