• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી હિંસાની એ કહાની જ્યાં મુસલમોના ઘર સળગ્યા બાદ હિંદુઓએ આપી શરણ

દેશની રાજધાની દિલ્લીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન એકતા અને ભાઈચારાનુ ઉદાહરણ પૂરુ પાડતી અમુક કહાનીઓ પણ સામે આવી છે.
|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્લીના ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી હિંસા ચાલી રહી છે. મૃતકોની સંખ્યા 27 થઈ ગઈ છે અને 200થી વધુ લોકો ઘાયલ છે. બે જૂથો વચ્ચે શરૂ થયેલા આ વિવાદ ક્યારે સાંપ્રદાયિક બની ગયો કોઈને ખબર ન પડી. આ દરમિયાન તોડફોડ અને આગની ઘણી બધી ઘટનાઓ સામે આવી. લોકોના વાહનો, દુકાનો અને ઘરોને હુલ્લડખોરોએ આગના હવાલે કરી દીધા. આ દરમિયાન એકતા અને ભાઈચારાનુ ઉદાહરણ પૂરુ પાડતી અમુક કહાનીઓ પણ સામે આવી છે.

હિંદુ પડોશીઓએ પોતાના ઘરોના દરવાજા ખોલ્યા

હિંદુ પડોશીઓએ પોતાના ઘરોના દરવાજા ખોલ્યા

વાત કરીએ ઉત્તર-પૂર્વ દિલ્લીના અશોક નગર વિસ્તારમાં રહેતા લોકોની. જેમના ઘર અને દુકાનોને હુલ્લડખોરોએ આગના હવાલે કરી દીધા. ત્યારબાદ તેમને હિંદુ પડોશીઓએ પોતાના ઘરે શરણ આપી. હિંદુ પડોશીઓએ પીડિતો માટે પોતાના ઘરના દરવાજા ખોલ્યા. ખુરશીદ આલમ નામના એક વ્યક્તિએ એ ભયાનક દ્રશ્ય પોતાની આંખે જોયુ. તેના વિશે એ જણાવે છે, બપોરે લગભગ એક વાગે એક હજાર લોકોની ભીડ મોટી મસ્જિદ પાસેના મહોલ્લામાં આવી ગઈ. આ લોકો એ મસ્જિદમાં ગયા જ્યાં લોકો નમાઝ પઢી રહ્યા હતા.

હુલ્લડ કરનારાઓએ મોઢા ઢાકેલા હતા

હુલ્લડ કરનારાઓએ મોઢા ઢાકેલા હતા

ખુરશીદે જણાવ્યુ, હું એ વખતે મસ્જિદમાં હતો, જ્યારે લોકોની ભીડ અંદર ઘૂસી અને નારા લગાવવા લાગી. અમે પોતાના જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા. અહીં સ્થાનિક લોકોએ હુલ્લડ કરનારાઓને ઘણુ કહ્યુ કે સ્થાનિક સંપત્તિને નુકશાન ન કરે પરંતુ તેમણે કોઈની સાંભળી નહિ. અહીં રહેતા રાજેશ ખત્રીએ જણાવ્યુ, ‘હુલ્લડ કરનારામાં મોટાભાગના લોકોના હાથમાં રૉડ હતી અને તેમણે પોતાના મોઢા ઢાંકેલા હતા. પછી તેમણે વિસ્તારન દુકાનોમાં આગ લગાવવી શરૂ કરી દીધી. અમને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક તે અમને મારી ન નાખે.' દુકાનોમાં આગ લગાવ્યા બાદ આ ભીડ છ ઘરો તરફ ગઈ.

‘કંઈ ન છોડ્યુ બધુ લૂંટી લીધુ'

‘કંઈ ન છોડ્યુ બધુ લૂંટી લીધુ'

અહીંના મોહમ્મદ રાશિદ જણાવે છે, અહીં વિસ્તારમાં માત્ર મુસ્લિમ પરિવાર રહે છે. તેમને જરૂર આના વિશે ખબર હશે કારણકે તેમણે બીજા કોઈ ઘરને નિશાન નથી બનાવ્યા. તેમણે કંઈ છોડ્યુ નહિ બધુ લૂંટી લીધુ. હવે અમે બેઘર છે. જો કે જ્યારે અમને લાગ્યુ કે હવે અમારે રસ્તા પર જ રહેવાનુ છે તો આ વિસ્તારમાં રહેતા હિંદુ દોસ્તોએ અમારી મદદ કરી. આ લોકોએ અમને પોતાના ઘરોમાં શરણ આપી. અમે 25 વર્ષથી અહીં છે પરંતુ ક્યારેય હિંદુઓ સાથે નાનો ઝઘડો પણ નથી, અમે એક પરિવારની જેમ છે.'

‘તેમને મુસીબતમાં એકલા નહિ છોડીએ'

‘તેમને મુસીબતમાં એકલા નહિ છોડીએ'

ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અહીં રહેતા પિંટુએ જણાવ્યુ, અમે દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહીશુ. અમે પણ હિંદુ છે પરંતુ ક્યારેય કોઈની સંપત્તિ કે કોઈ વ્યક્તિને નુકશાન કરવા વિશે વિચારી પણ નથી શકતા. હવે તેમની આજીવિકા અને ઘર બંનેને નુકશાન પહોંચ્યુ છે, અમે મુસીબતમાં તેમને એકલા નહિ છોડી. અહાં નીરજ કુમાર કહે છે કે હિંસા બાદથી બધા એકબીજાની મદદ કરી રહ્યા છે પરંતુ હુલ્લડકારીઓમાંથી કોઈને ઓળખી શક્યા નહિ. અહીં બે વાર હુમલો થયો, પહેલા બપોરે એક વાગે પછી સાંજે ચાર વાગે.

‘તેમણે કોઈને નથી છોડ્યા'

‘તેમણે કોઈને નથી છોડ્યા'

જે લોકોના ઘર સળગ્યા તેમાંથી એક ઘર દાનિશનુ પણ હતુ. તે કહે છે, ‘અમે ઘણી વાર પોલિસને ફોન કર્યો પરંતુ તે એક કલાક પછી પહોંચ્યા. ત્યાં સુધીમાં મોટાભાગનુ નુકશાન થઈ ગયુ હતુ. તે ઘણા ઘરોને સળગાવી ચૂક્યા હતા. પછી પોલિસ અમારા પરિવારને સુરક્ષા માટે પોલિસ સ્ટેશન લઈને ગઈ જ્યાં અમે રાત પસાર કરી.' રાજકુમાર નામના વ્યક્તિએ કહ્યુ, ‘માત્ર મુસ્લિમ નહિ પરંતુ હિંદુઓએ પણ મુશ્કેલી સહન કરી છે. મસ્જિદ પાસે સ્થિત રાજકુમારની દુકાનને લૂંટવામાં આવી અને આગ લગાવી દેવામાં આવી. તેમણે કોઈને નથી છોડ્યા. મારી દુકાન થોડા દિવસોથી બંધ હતી, મને ખબર નહોતી અશોકનગરમાં આવુ થઈ જશે. હું બુધવારે સવારે બસ પોતાની દુકાનને જોવા આવ્યો હતો અને મે જોયુ તો તે બળીને ખાખ થઈ ગઈ હતી.'

આ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ અત્યાર સુધી 27 લોકોના મોત, આજે HCમાં જવાબ આપશે પોલિસઆ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ અત્યાર સુધી 27 લોકોના મોત, આજે HCમાં જવાબ આપશે પોલિસ

English summary
delhi violence update- north east delhi violence mob burnt homes of muslims who found shelter in hindu homes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X