For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યુ સ્વિમિંગ પુલ, રન વે થયુ પાણી-પાણી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસુ ખૂબ જ મહેરબાન બની રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા શુક્રવાર રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ આકાશમાંથી રાહતનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ વરસાદ પણ મુશ્કેલી સર

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસુ ખૂબ જ મહેરબાન બની રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા શુક્રવાર રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ આકાશમાંથી રાહતનો વરસાદ થઈ રહ્યો છે, તો બીજી તરફ આ વરસાદ પણ મુશ્કેલી સર્જી રહ્યો છે. શનિવારે, દિલ્હીમાં ભારે વરસાદ પછી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ -3 પર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં વરસાદ ચાલુ રહેશે. દિલ્હી-એનસીઆરમાં શનિવારે દિવસભર વરસાદ રહેશે. જોકે, હવામાન વિભાગે તેની આગાહીમાં વરસાદ અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. IMD એ દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ છે કે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

2011 પછી પ્રથમ વખત આટલો વરસાદ

2011 પછી પ્રથમ વખત આટલો વરસાદ

બીજી બાજુ હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, દિલ્હી સામાન્ય રીતે વાદળછાયું રહેશે, ભારે વરસાદ/ગાજવીજ સાથે, રાત્રે અલગ -અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં રાતથી ભારે વરસાદના કારણે તમામ રેકોર્ડ તૂટી ગયા છે. 2011 પછી પહેલી વખત દિલ્હીમાં આટલો વરસાદ પડ્યો છે.

પાણી ભરાવાની સમસ્યા

રનવે પર પાણી ભરાવાની સમસ્યા પર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કહ્યું કે અમને આ અસુવિધા માટે દિલગીર છે. અચાનક ભારે વરસાદના કારણે કેમ્પસમાં થોડો સમય પાણી ભરાયુ હતા. અમારી ટીમ તરત જ આને જોવા માટે જોડાયેલી હતી અને સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

English summary
Delhi: Water flooded at Indira Gandhi International Airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X