લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન, દિલ્હીવાસીઓને 2025 સુધી ફ્રી વિજળી મળતી રહેશે

લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યું છે. કેજરીવાલ સરકારે દિલ્હીવાસીઓ માટે મફત વીજળીની યોજનાને 2025 સુધી વિસ્તારી દીધી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી અને હોળી પહેલા રાજધાનીની જનતાને મોટી ભેટ આપી છે.

Arvind Kejriwal

ગુરુવારે સીએમ કેજરીવાલે તેમના કેબિનેટ મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ ઈમરજન્સી બેઠક યોજી. આ બેઠક બાદ તેમણે જાહેરાત કરી કે દિલ્હીના ગ્રાહકોને મફતમાં આપવામાં આવતી વીજળીની સુવિધા ચાલુ રહેશે.

દિલ્હીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી આપાતકાલીન બેઠકમાં કેબિનેટે 31 માર્ચ 2025 સુધી દિલ્હીમાં સબસિડી સ્કીમ પસાર કરી, હવે દિલ્હીના લોકોને માર્ચ 2025 સુધી કોઈપણ અવરોધ વિના મફત વીજળી મળતી રહેશે.

આ બેઠકમાં મુખ્યમંત્રી કેજરીવાલ સરકારે અધિકારીઓ પર દિલ્હીમાં મફત વીજળી સબસિડી યોજના બંધ કરવાનો આરોપ લગાવ્યો છે.

નાણામંત્રી આતિશીએ દિલ્હી બજેટની જાહેરાત દરમિયાન એમ પણ કહ્યું કે મફત વીજળી બિલ અને સબસિડીની જોગવાઈ 2024-2025માં પણ ચાલુ રહેશે.

સીએમ કેજરીવાલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરીશ, જેમાં તેમણે દિલ્હીના લોકોને અભિનંદન આપ્યા અને એમ પણ કહ્યું હતું કે મફત વીજળી યોજના હવે વકીલોની ચેમ્બરમાં પણ લંબાવવામાં આવી છે.

તેમણે લખ્યું કે, હું દિલ્હીના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારી 24 કલાક વીજળી અને મફત વીજળી 31મી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. આમાં વકીલોની ચેમ્બર માટે મફત વીજળીનો પણ સમાવેશ થાય છે.

AAPના નેતા અને દિલ્હી સરકારના ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું કે, મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 2024-2025માં પણ દિલ્હીના લોકો માટે મફત વીજળી બિલ અને સબસિડી ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X