હજુ 2 દિવસ સુધી ઠંડી કરશે હેરાન, 31 જાન્યુઆરી બાદ મળશે રાહત

હજુ 2 દિવસ સુધી ઠંડી કરશે હેરાન, 31 જાન્યુઆરી બાદ મળશે રાહત

નવી દિલ્હીઃ ઠંડીએ દિલ્હી- એનસીઆરમાં લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. સોમવારે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન 18.9 અને 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 28 જાન્યુઆરી 2012 બાદ આ અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન હતું. હવામાન ખાતાની જાણકારી મુજબ મંગળવારે ગાઢ ઝાંકળ રહેવાની સંભાવના છે. વિભાગે કહ્યું કે આજે મહત્તમ તાપમાન 19 જ્યારે ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગથી મળેલી જાણકારી મુજબ 30 જાન્યુઆરીની સાંજે ધીમી ધારે વરસાદ થઈ શકે છે.

cold wave

સોમવારે એર ક્વૉલિટી 267ની સાથે અતિ ખરાબ રહી. દિલ્હી એનસીઆરમાં તેજ હવાઓની સાથે ભારે ઠંડી પણ લોકોની મુશ્કેલી વધારી રહી છે. હવામાન ખાતા મુજબ 30 જાન્યુઆરી બાદ ઠંડીથી રાહત મળશે. 31 જાન્યઆરીએ વરસાદ બાદ વાતાવરણ સાફ થશે. અહેવાલ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બેંસના કારણે સાઈક્લોનિક સર્ક્યૂલેશન જમ્મુ અને કાશ્મીરના ઉત્તરી ભાગમાં ચાલ્યું ગયું છે. જેને પગલે દિલ્હી એનસીઆરમાં થોડા દિવસ સુધી વાદળ છવાયેલાં રહેશે. આગામી બે દિવસ હજુ વધુ ઠંડા રહેશે. ઠંડથી છૂટકારો મેળવવા માટે લોકો તાપણાં કરતા જોવા મળી રહ્યા છે.

ઠંડ અને ઝાકળને પગલે વાહન વ્યવહાર પર પણ ભારે અસર પડી છે. રાજધાની દિલ્હી આવતી કુલ 16 ટ્રેન મોડી ચાલી રહી છે. આ ઉપરાંત હવાઈ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઝાકળને કારણે અસર જોવા મળઈ રહી છે. દિલ્હીથી નિકળનાર કેટલીય ફ્લાઈટ રિસિડ્યૂઅલ કરવામાં આવી છે. ઠંડીને પગલે બેઘર લોકોની પણ મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ પણ વાંચો- પૂર્વ સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X