For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ સંરક્ષણમંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષની વયે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું 88 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. જ્યોર્જ ફર્નાન્ડિસ દેશના સંરક્ષણ મંત્રી હતી. છેલ્લા વાર તે ઓગસ્ટમાં 2009 થી જુલાઈ 2010 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા. ફર્નાન્ડિસ અલ્ઝાઈમરની નામની બિમારીથી પીડાતા હતા. તેમના નિધન પર ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

દિલ્લીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

દિલ્લીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ફર્નાન્ડિસની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. તેમણે સરકારમાં રહીને સંરક્ષણ મંત્રાલય જેવા ઘણા મહત્વના વિભાગની જવાબદારી સંભાળી હતી. જ્યોર્જ ફર્નાન્ડીસના નિધન પર રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. જનતા પાર્ટીની સરકારમાં તે ઉદ્યોગમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં જનતા પાર્ટી તૂટ્યા બાદ તેમણે સમતા પાર્ટીની રચના કરીને ભાજપને સમર્થન આપ્યુ હતુ. છેલ્લી વાર તે ઓગસ્ટ 2009થી જુલાઈ 2010 વચ્ચે સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા.

મુઝફ્ફરપુરથી ચાર વાર સાંસદ ચૂંટાયા હતા જ્યોર્જ ફર્નાન્ડીસ

મુઝફ્ફરપુરથી ચાર વાર સાંસદ ચૂંટાયા હતા જ્યોર્જ ફર્નાન્ડીસ

રાજકારણમાં સક્રિય રહેવા દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડીસ બિહારના મુઝફ્ફરપુરથી ચાર વાર સાંસદ ચૂંટાયા હતા. જ્યોર્જ ફર્નાન્ડીસ વર્ષ 1980માં થયેલી લોકસભા ચૂંટણીમાં મુઝફ્ફરપુરથી જીત્યા હતા. તેમણે વી પી સિંહ સરકારમાં થોડા વર્ષો માટે રેલવે મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.

ઈમરજન્સી લગાવવાનો ખુલીને કર્યો હતો વિરોધ

ઈમરજન્સી લગાવવાનો ખુલીને કર્યો હતો વિરોધ

જ્યોર્જ ફર્નાન્ડીસે ઈમરજન્સી દરમિયાન ધરપકડથી બચવા માટે પાઘડી અને દાઢી રાખીને શિખનો વેષ ધારણ કરી લીધો હતો. તેમની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તિહાર જેલમાં તે કેદીઓને ગીતાના શ્લોક સંભળાવતા હતા. જ્યોર્જ ફર્નાન્ડીસ વર્ષ 1974ની રેલ હડતાળ બાદ એક કદાવર નેતા તરીકે ઉભરીને આવ્યા અને તેમણે ઈમરજન્સી લગાવવાનો ખુલીને વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ આ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, પગારવધારાને મંજૂરીઆ પણ વાંચોઃ આ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, પગારવધારાને મંજૂરી

English summary
George Fernandes,Former Defence Minister Passes Away at 88
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X