ડેલ્ટા પ્લસ કોવિડ વેરિઅન્ટ : મુંબઈમાં પ્રથમ મોત નોંધાયું
ડેલ્ટા પ્લસ કોવિડ વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ મુંબઇમાં નોંધાયું છે. 21 જુલાઈના રોજ કોરોના સંક્રમિત થયા બાદ 27 જુલાઈના રોજ 63 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું.
મહારાષ્ટ્ર : ડેલ્ટા પ્લસ કોવિડ વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ મુંબઇમાં નોંધાયું છે. 21 જુલાઈના રોજ કોરોના સંક્રમિત થયા બાદ 27 જુલાઈના રોજ 63 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મહિલા ડાયાબિટીસ સહિતની ઘણી બીમારીઓથી પીડાતી હતી.
આ મહિલાએ કોરોના રસીના બંને ડોઝ પણ લીધા હતા. આ સાથે મુંબઈમાં કુલ સાત દર્દીઓના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મહિલાના સેમ્પલમાંથી જીનોમ સિક્વન્સિંગના રિપોર્ટ્સ બુધવારના રોજ આવ્યા હતા.

આ મહિલાના બે નજીકના લોકોએ ડેલ્ટા પ્લસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ મહિલા કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી નથી.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મહિલા ઓક્સિજન સપોર્ટ પર હતી અને તેને સ્ટેરોઇડ્સ તેમજ રેમડેસિવિર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને રત્નાગિરીની 80 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાદ ડેલ્ટા પ્લસથી અન્ય એક મહિલાનું મોત થયું છે, આમ મહારાષ્ટ્રનું ડેલ્ટા પ્લસ કોવિડ વેરિઅન્ટથી આ બીજુ મોત નોંધાયું છે.












Click it and Unblock the Notifications
