પંજાબમાં ડેગ્યુનો કહેર, માન સરકારે કરી ઉત્કૃષ્ટ કામગીરી
પંજાબમાં હાલ ડેગ્યું-સ્વાઇન ફ્લુ જેવા ખતરનાક રોગોએ માઝા મૂકી છે. પંજાબના ઘણા જિલ્લામાં હજારોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. આવા સંકટ સમયે ભટિંડામાં સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.
ભટિંડા : પંજાબમાં હાલ ડેગ્યું-સ્વાઇન ફ્લુ જેવા ખતરનાક રોગોએ માઝા મૂકી છે. પંજાબના ઘણા જિલ્લામાં હજારોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. આવા સંકટ સમયે ભટિંડામાં સરકારી હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં દર્દીઓ માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે માન સરકાર દ્વારા દર્દીઓને મચ્છરથી બચાવવા માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ભટિંડામાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયલ વોર્ડવાળા કોમ્પ્લેક્સની તસવીરો સામે આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે, ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોથી બચવા તેમજ દર્દીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ મેડિકલ ઓફિસર મનિન્દર પાલ સિંહે આ સ્પેશિયલ વોર્ડ વિશે માહિતી આપી હતી.

મેડિકલ ઓફિસર મનિન્દર પાલ સિંહે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે, ડેન્ગ્યુથી પીડિત લોકોનું શું થાય છે. દર વર્ષે ઘણા લોકો તેનો શિકાર બને છે. તેથી ડેન્ગ્યુથી બચવા માટે ખાસ વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. અમે દર્દીઓ માટે જરૂરિયાત મુજબ વધુ વોર્ડ તૈયાર કરીશું. હાલમાં ડેન્ગ્યુના કેસ બહુ વધારે નથી.













Click it and Unblock the Notifications
