For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું - 'તમારું નામ બદલીને 'અખિલેશ અલી ઝીણા' કરી નાંખો'

ઉત્તર પ્રદેશની અંદર 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ચૂંટણી પહેલા 'મહમદ અલી ઝીણા' રાજ્યના રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

બારાબંકી : ઉત્તર પ્રદેશની અંદર 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ચૂંટણી પહેલા 'મહમદ અલી ઝીણા' રાજ્યના રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. હવે ભાજપ નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ઝીણાને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો છે. ડેપ્યુટી CMએ કહ્યું કે, 'અખિલેશ યાદવે પોતાનું નામ બદલીને 'અખિલેશ અલી ઝીણા' અને પોતાની પાર્ટીનું નામ 'ઝીણાવાદી પાર્ટી' રાખવું જોઈએ.

નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય 17 નવેમ્બર, બુધવારના રોજ બારાબંકી જિલ્લામાં હતા. તેઓ અહીં વીરાંગના ઉદા દેવી પાસીના શહીદ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન Dy. CM કેશવ પ્રસાદ મૌર્યએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી.

મૌર્યએ જણાવ્યું હતું કે, 'સમાજવાદી પાર્ટી ખૂબ જ ગભરાટમાં છે. તે ત્રણ ચૂંટણી હારી ચૂકી છે અને ચોથી ચૂંટણી હારી જવાની છે. અમે જમીની વાસ્તવિકતા જાણીએ છીએ. કારણ કે, અમારી સંગઠન બૂથ સુધી છે. સમાજવાદી પાર્ટી પણ આ વાસ્તવિકતા જાણે છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 'તેમની સાથે ગુંડાઓ, અપરાધી માફિયાઓ છે. આવા સમયે તુષ્ટિકરણના કારણે હવે ઝીણા મિયા પણ તેમની સાથે આવ્યા છે. એટલા માટે હું અખિલેશ યાદવને તેમનું નામ બદલીને 'અખિલેશ અલી ઝીણા' કરવા કહું છું.

આ સાથે મોર્યએ એમ પણ કહ્યું કે, તેમની સમાજવાદી પાર્ટીને બદલે 'ઝીણાવાદી પાર્ટી' બનાવો, પરંતુ ઝીણા કે અતીક અહેમદ કે અન્સારીમાંથી કોઈ તેમને ચૂંટણીમાં જીતાડી શકશે નહીં. ઉત્તર પ્રદેશની જનતાએ કમળ ખીલાવ્યું છે અને કમળના કામને મત આપશે.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આગળ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને 300 સીટો જીતશે. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. જ્યારે તેઓ સરકારમાં હતા, ત્યારે તેમણે કામ કર્યું ન હતું, હવે જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ લોકોએ તેમના શાસનકાળ દરમિયાન માત્ર શિલાન્યાસનું કામ કર્યું હતું અને તેને પૂર્ણ કરતા ન હતા, પરંતુ તેઓ દરેક વસ્તુનો શ્રેય લેવા લાગ્યા છે. હવે જ્યારે જનતા તેમને પણ નકારી રહી છે, ત્યારે તેઓ ઝીણાના નામ પર પોતાની કિસ્મત ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

English summary
The Deputy CM said, "Akhilesh Yadav should change his name to 'Akhilesh Ali Zina' and his party to 'Zinawadi Party'."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X