For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમંત્રણ છતાં આ 4 સીએમ, મોદીના શપથ સમારોહમાં નહીં જાય, જાણો કારણ

પીએમ મોદી આજે સાંજે 7 વાગ્યે બીજી વખત પીએમ પદ માટે શપથ લેશે. શપથ સમારોહની તૈયારીઓ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

પીએમ મોદી આજે સાંજે 7 વાગ્યે બીજી વખત પીએમ પદ માટે શપથ લેશે. શપથ સમારોહની તૈયારીઓ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. આ સમારોહને ભવ્ય બનાવવા માટે ભાજપા પુરી તૈયારી કરી રહી છે. આ સમારોહમાં શામિલ થવા માટે બધા જ રાજ્યના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઈ કાલે જ જણાવી દીધું હતું કે તેઓ પીએમ મોદીના શપથ સમારોહમાં નહીં જાય. એટલું જ નહીં પરંતુ અન્ય ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ શપથ સમારોહથી દૂર રહ્યા છે.

આ પણ વાંચો: મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા સુબ્રમણ્યમ સ્વામીની છલકાઈ પીડા

છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ સમારોહમાં શામિલ નહીં થાય

છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ સમારોહમાં શામિલ નહીં થાય

છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ પીએમ મોદીના શપથ સમારોહમાં શામિલ નહીં થાય. તેમને ટવિટ કરીને કહ્યું કે, હું પીએમ મોદીને અભિનંદન આપવા માંગુ છું. બસ્તરમાં પહેલાથી નક્કી થયેલા કાર્યક્રમને કારણે શપથ સમારોહમાં નહીં જઈ શકું. મેં પીએમઓ પાસે પછી મળવાનો સમય માંગ્યો છે.

નવીન પટનાયક પણ હાજર નહીં રહે

ઓડિશાના સીએમ નવીન પટનાયકે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે ગુરુવારે કેબિનેટ મંત્રીઓની શપથને કારણે તેઓ દિલ્હી નહીં આવી શકે. ઓડિશા સીએમ કાર્યાલય ઘ્વારા આધિકારિક રીતે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, 16મી વિધાનસભાના નવનિર્વાચીન સદસ્ય ગુરુવારે શપથ ગ્રહણ કરશે સદનમાં નેતા હોવાને કારણે આ અવસરે મુખ્યમંત્રી હાજર રહેશે. એટલા માટે સીએમ નવીન પટનાયક પીએમ મોદીના શપથ સમારોહમાં શામિલ થવા માટે દિલ્હી નહીં જઈ શકે.

મમતા બેનર્જીએ પણ સમારોહમાં શામિલ થવાની ના પાડી

મમતા બેનર્જીએ પણ સમારોહમાં શામિલ થવાની ના પાડી

આ પહેલા પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ પણ સમારોહમાં શામિલ થવાની ના પાડી હતી. પહેલા તેઓ આ કાર્યક્રમમાં શામિલ થવાના હતા, પરંતુ બુધવારે મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને જણાવ્યું કે પીએમ મોદીજીને શુભેચ્છા. તમારા સંવૈધાનિક આમંત્રણનો મેં સ્વીકાર કરી લીધો હતો અને તમારા શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે તૈયાર પણ હતી. પરંતુ પાછલા કેટલાક સમયમાં મેં રિપોર્ટ્સ જોયા છે કે ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભાજપના એવા 54 કાર્યકર્તાઓના પરિજનોને પણ આમંત્રણ મોકલ્યું છે જેમનો જીવ બંગાળમાં રાજનૈતિક હત્યા કરી દેવામાં આવી. આ બિલકુલ જૂઠ છે, બંગાળમાં કોઈ રાજનૈતિક હત્યા નથી થઈ. આ હત્યા આંતરિક દુશ્મનાવટ, પારિવારિક લડાઈ અને અન્ય કારણોસર થઈ છે. જેને રાજનીતિ સાથે કંઈ જ લેવા-દેવા નથી, એવો કોઈ રેકોર્ડ પણ નથી.

કેરળના સીએમ પણ મોદીના શપથ સમારોહમાં નહીં જાય

કેરળના સીએમ પણ મોદીના શપથ સમારોહમાં નહીં જાય

આ ત્રણે મુખ્યમંત્રીઓ સાથે કેરળના સીએમ પીનારાઈ વિજયન પણ આ શપથ સમારોહમાં શામિલ નહીં થાય. કેરળના મુખ્યમંત્રી ઓફિસ ઘ્વારા જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે સીએમ પીનારાઈ વિજયન પણ આ શપથ સમારોહમાં નહીં જાય. આપને જણાવી દઈએ કે ગુરુવારે સાંજે 7 વાગ્યે પીએમ મોદી બીજી વાર પીએમ તરીકે શપથ લેશે, જેમાં કોંગ્રેસ સહીત બીજા વિપક્ષી દળોના નેતાઓ પણ શામિલ થશે.

English summary
Despite the invitation, the 4 CM will not go to Modi's swearing-in ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X