For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી અને રાહુલ નહીં પણ દિગ્વિજય સિેંહ છે પીએમ પદને લાયક'

By Super
|
Google Oneindia Gujarati News

Govindacharya
ભોપાલ, 11 ફેબ્રુઆરીઃ ચિંતક અને રાષ્ટ્રીય સ્વાભિમાન આંદોલનના સંયોજક એન ગોવિંદાચાર્યએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બન્ને પ્રધાનમંત્રી પદને લાયક નથી. જ્યારે તેમણે દિગ્વિજય સિંહને પ્રધાનમંત્રી પદ માટે લાયક ગણાવ્યા છે.

એક કાર્યક્રમમાં ભોપાલ આવેલા ગોવિંદાચાર્યએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) તરફથી પ્રધાનમંત્રી પદના દાવેદાર હોઇ શકે છે. તેમણે કહ્યું કે મોદી કેન્દ્રીય ગૃહમંત્રી બનવાને લાયક છે, રાહુલ ગાંધીમાં પ્રધાનમંત્રી બનવાના ગુણ તો છે જ નહીં.

તેમણે કોગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ અને રક્ષામંત્રી એ.કે.એન્ટોનીને પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય ગણાવ્યા છે. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહ અને એન્ટોનીમાં પ્રશાસનિક અનુભવ અને કાર્યક્ષમતા છે. આ પહેલા કાર્યક્રમને સંબોધિત કરતા ગોવિંદાચાર્યએ કહ્યું કે નેતા, નોકરશાહ અને થૈલીશાહના ગઠજોડ કોર્પોરેટ સેક્ટરના હિતમાં કામ કરી રહ્યા છે. પ્રોડક્શન વધાર્યા બાદ પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા મજૂરોની સંખ્યા વધી રહી છે. તેવામાં ખાદ્ય ઉત્પાદ વધારવાની સાથે કુપોષણ પણ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે હંમેશા મજદૂર જ વિકાસની કિંમત શા માટે ચુકવે. તેમણે કાર્યકર્તાઓને આગાહ કરતા કહ્યું કે આપણે લડાઇના સત્યને સમજવું પડશે. આ પુનનિર્માણ પણ લડાઇનો હિસ્સો છે. સમાજમાં અંતિમ વ્યક્તિના ચહેરાને ધ્યાનમાં રાખીને મૂલ્યો અને મુદ્દાઓ સદૈવ અડગ રહેશે.

English summary
Former BJP leader Govindacharya has said senior Congress leaders AK Antony and Digvijay Singh have the "potential" to become Prime Minister, but not Narendra Modi or Congress vice president Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X