For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ બેઠા ભૂખ હડતાળ પર

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 7 જુલાઇ: કોંગ્રેસ મહાસચિવ અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ખેડૂતોના હિતેચ્છુ હોવાનો દાવો કરતા ભૂખ હડતાળ પર બેસી ગયા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પ્રદેશના ખેડૂતોની સાથે વિભિન્ન મુદ્દાઓને લઇને સોમવારે કલક્ટ્રેટ કાર્યાલયની સામે સાત દિવસીય ભૂખ હડતાળ પર બેસી ગયા છે.

સિંહે આ દરમિયાન પત્રકારોને જણાવ્યું કે તેમણે કરા પીડિત ખેડૂતોને વળતર અપાવવા અને ખેડૂતોના અન્ય પ્રશ્નોને લઇને ગત 20 જૂનના રોજ જિલ્લા કલેક્ટર સાથે આ સંબંધમાં વાતચીત કરી અને ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણની સાથે જુલાઇ સુધીનો સમય આપ્યો હતો.

digvijay singh
ખેડૂતોની સ્થિતિ ખરાબ
અત્રે નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કરા પડવાના કારણે ખેડૂતોની ઘણા હેક્ટરમાં ફેલાયેલી ખેતીને નુકસાન થયું, જેનાથી તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વ્યાપમ કૌભાંડ ઉપરાંત કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં હવે ભાજપા સરકારને ખેડૂતોના મુદ્દા પર પણ ઘેરી રહી છે. આ કડીમાં દિગ્વિજય સિંહે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. હવે આને રાજનૈતિક એજેન્ડા કહીશું કે ખેડૂતો સાથેની સહાનુભૂતિ?

દિગ્વિજય સિંહે આ આરોપ લગાવ્યો છે કે વ્યાપમ મામલામાં તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીની વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી માની ચૂકી છે કે વ્યાપમ કૌભાંડ પ્રદેશનો અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ છે. તેમ છતાં સરકાર આ કૌભાંડને દબાવી દેવામાં લાગી છે.

English summary
Digvijay Singh sits on hunger strike in Madhya Pradesh to fight for hail suffered farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X