વિશ્વાસ કરનારાઓને દગો આપે છે મોદી: દિગ્વિજય સિંહ

દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાના મુદ્દાને કઇ મહત્વ નહીં આપતા કહ્યું કે એ અમારો મુદ્દો નથી. નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે ક્યારેય ખતરારૂપ ના બની શકે. અમે મોદીને ક્યારેય પણ ગંભીરતાથી નથી લીધા.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિગ્વિજયએ નરેન્દ્ર મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. પરંતુ આજે તેમના સૂર અચાનક બદલાઇ ગયા છે. તેમણે આડવાણીને લઇને પણ પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
દિગ્વિજય સિંહ હંમેશા મોદીને પોતાના નિશાના પર લેતા આવ્યા છે. આ વખતે પણ દિગ્વિજયએ મોદીને બીજેપી પ્રચાર સમિતિની કમાન સોંપવાના મુદ્દે મોદી પર હુમલો બોલી દીધો.












Click it and Unblock the Notifications
