દિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટ કાળાબજારીનો પર્દાફાશ, 5 રાજ્યોમાં EDની કાર્યવાહી
દિલજીત દોસાંજના કોન્સર્ટનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં છે અને તેની ટિકિટ મિનિટોમાં વેંચાઈ જાય છે ત્યારે હવે આ ટિકિટની કાળાબજારી થતી હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે ED દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના કોંસર્ટની ટિકિટની કાળાબજારીમાં પાંચ રાજ્યોમાં કાર્યવાહી હાથ ધરી છે.

આમાં દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગ્લુરુ, દિલ્હી , ચંદીગઢમાં 13 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું છે. દિલ્હીમાં આવેલા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દલજીત દોસાંજનો બે દિવસનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે.
26 ઓક્ટોબરે એક કોન્સર્ટ યોજાયો અને 27 જાન્યુઆરીએ દિલજીત દોસાંજનો બીજો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. કોલ્ડપ્લે ઈવેન્ટ મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટૂર જાન્યુઆરી 2025માં નવી મુંબઈમાં યોજાશે.
ED એ એક નિવેદનમાં જણાવ્યું કે, કોન્સર્ટમાં એન્ટ્રી પાસના ઝડપી વેચાણ બાદ બનાવટી ટિકિટ વેચાણ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના ઘણા અહેવાલો બહાર આવ્યા બાદ તેમણે તપાસ શરૂ કરી છે.
એજન્સીએ સમગ્ર દેશમાં આ મામલે નોંધાયેલી અનેક પોલીસ એફઆઈઆરની નોંધ લીધી, જેમાં કોન્સર્ટમાં જનારાઓ સાથે છેતરપિંડી કરનારા શંકાસ્પદ લોકો સામે ઓનલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલ BookMyShow દ્વારા દાખલ કરવામાં આવેલી એક એફઆઈઆરનો પણ સમાવેશ થાય છે.
ટિકિટ વેચાણના ભાગીદારો BookMyShow અને Zomato Live ના અહેવાલ અનુસાર, તેમના પ્લેટફોર્મ પર ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને આ ટિકિટ વધુ પૈસે બ્લેક માર્કેટમાં વેચાય છે.
દાવો કરવામાં આવ્યો છે કે ફેન્સે ફરિયાદ કરી છે કે તેમને નકલી ટિકિટ વેચવામાં આવી હતી અથવા તેમની પાસેથી વધારે કિંમત વસૂલવામાં આવી હતી.
દેશભરના કેટલાક રાજ્યોમાં BookMyShow દ્વારા દાખલ કરાયેલી ફરિયાદનો સમાવેશ થાય છે જેમાં ઘણા શંકાસ્પદો પર કોન્સર્ટ જનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે, એફઆઈઆરમાં આરોપ છે કે આ લોકો નકલી ટિકિટો વેચવામાં અને આ ટિકિટોને વધુ પૈસામાં બ્લેકમાં વેચાણ કરે છે.
ED એ 25 ઓક્ટોબરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગલુરુ અને ચંદીગઢના 5 રાજ્યોમાં 13થી વધુ સ્થળોએ તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન કૌભાંડમાં વપરાયેલ મોબાઇલ, લેપટોપ, સિમ કાર્ડ વગેરે જેવી ઘણી ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ટિકિટોના ગેરકાયદે વેચાણ અને આ કૌભાંડોમાં જોડાયેલ નાણાકીય નેટવર્કની તપાસ કરવાનો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી પેદા થતા ગુના શોધી કાઢવાનો હતો.












Click it and Unblock the Notifications
