એફડીઆઇ પર વોટિંગ નહીં, સરકારનું ભાજપને ડિનરનું આમંત્રણ

પ્રધાનમંત્રીએ યુપીએના સહયોગીઓને ડિનર પાર્ટી આપી હતી, જેમાં સૌથી મોટો મુદ્દો વિદેશી રોકાણનો હતો. આ બેઠકમાં એ વાત સામે આવી હતી કે સરકારે સંસદમાં વિદેશી રોકાણ મુદ્દે વોટિંગથી બચવું જોઇએ.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે નિયમ 193 હેઠળ સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે. આ નિયણ હેઠળ વોટિંગ વગર શોર્ટ ટર્મ ડિસ્કશન એટલે કે ચર્ચા કરી શકાય છે. નોંધનીય છે કે સૌથા પહેલાં લેફ્ટ પાર્ટીઓએ વિદેશી રોકાણ મુદ્દે સંસદમાં વોટિંગ માટે નોટિસ મોકલી હતી, બાદમાં, ભાજપ, જેડીયૂ અને સરકારથી અલગ થઇ ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસે પણ વિદેશી રોકાણ પર વોટિંગ કરાવવા માટે નોટિસ મોકલી હતી.
સરકારે આજે ભાજપને ડિનર પર બોલાવ્યું છે, પ્રધાનમંત્રીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભાના વિપક્ષી નેતા અરૂણ જેટલીને ડિનર માટે આમંત્રિત કર્યા છે. ભાજપના નેતાઓ સાથે ડિનર પર બોલાવવામાં આવેલી આ બેઠક એટલા માટે મહત્વની છે, કારણ કે ભાજપ વિદેશી રોકાણ ઉપરાંત, ભ્રષ્ટાચાર, ડિઝલમાં ભાવ વધારો અને સસ્તા સિલિન્ડરના કોટા નક્કી કરવાના સરકારના નિયમની વિરુદ્ધ છે. તેવામાં સરકાર નથી ઇચ્છતી કે 22 નવેમ્બરે શરૂ થનારા સંસદના શિયાળુ સત્રની હાલત પણ ચોમાસુ સત્ર જેવી થાય.












Click it and Unblock the Notifications
