For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુ પહોંચેલા ડીકે શિવકુમાર બોલ્યા, ક્યારેય નબળો નહિ પડુ, ન્યાય માટે લડીશ

મની લોંડ્રિંગ કેસમાં જામીન મળ્યાના 3 દિવસ બાદ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર શનિવારે બેંગલુરુ પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

મની લોંડ્રિંગ કેસમાં જામીન મળ્યાના 3 દિવસ બાદ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર શનિવારે બેંગલુરુ પહોંચ્યા. ત્યારબાદ તેમણે કર્ણાટકમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી. જ્યાં તેમણે ઈડી દ્વારા પોતાની ધરપકડ વિશે માહિતી આપી. પ્રેસ કૉન્ફરન્સમાં ડીકે શિવકુમારે કહ્યુ કે તેમને ઈડીના સમન મોડી રાતે મળ્યા અને તેમને આગલા દિવસે બપોરે 12 વાગ્યા સુધી દિલ્લી પહોંચવા માટે કહેવામાં આવ્યુ. જે એ વખતે અઘરુ હતુ. જો કે એક સાંસદ હોવાના નાતે હું સમન અનુસાર ઈડી કાર્યાલય ગયો.

DK

શિવકુમાર શનિવારે બેંગલુરુમાં એરપોર્ટ પહોંચવા પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. તે બે બે મહિના પહેલા ઈડી દ્વારા મની લૉંડ્રિંગના એક કેસમાં સમન કરાયા બાદ દિલ્લી જતા રહ્યા હતા. ડીકે શિવકુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે તે નબળા નથી પડ્યા પરંતુ મજબૂત થયા છે અને સરેન્ડર કરવાનો સવાલ જ નથી. તેમણે કહ્યુ કે તે ન્યાય માટે સતત લડતા રહેશે.

શિવકુમારે કહ્યુ કે મે અધિકારીઓને સૂચિત કર્યુ કે આ અઘરુ રહેશે અને મારે સમયની જરૂર છે. પરંતુ હું એક ધારાસભ્ય છુ અને કાયદાનુ સમ્માન કરવા માટે હું ઈડી કાર્યાલય ગયો. ડીકે શિવકુમારે પાર્ટીને તેમનો સાથ આપવા માટે આભાર માન્યો અને તેમણે પાર્ટી પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી. ડીકે શિવકુમારે કહ્યુ તેમણે (ભાજપે) મને મજબૂત બનાવ્યો છે. નબળા થવાનો કોઈ સવાલ જ નથી, આત્મસમર્પણનો કોઈ સવાલ જ નથી. હું ન્યાય માટે લડતો રહીશ.

શિવકુમારને 50 દિવસની કસ્ટડી બાદ દિલ્લી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા શરતી જામીન પર ગુરુવારે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. તે મની લોંડ્રિંગ અધિનિયમ, 2002 હેઠળ કસ્ટડીમાં હતા. આ કેસ આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે ઓગસ્ટ 2017માં તેમના નવી દિલ્લી સ્થિત ફ્લેટમાંથી 8.6 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. કોંગ્રેસની રાજ્ય એકમના અધ્યક્ષ દિનેશ ગુંડુરાવે કહ્યુ, કેન્દ્ર સરકારે અમારા વરિષ્ઠ નેતાને હેરાન કરવા માટે ઈડી, આઈટી વિભાગ અને સીબીઆઈ જેવી કાયદાની એજન્સીઓનો દૂરુપયોગ કર્યો.

આ પણ વાંચોઃ આજે બીજી વાર હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે ખટ્ટર, દુષ્યંત ચૌટાલા હશે ડેપ્યુટી CMઆ પણ વાંચોઃ આજે બીજી વાર હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે ખટ્ટર, દુષ્યંત ચૌટાલા હશે ડેપ્યુટી CM

English summary
DK Shivakumar says No question of weakening, Will fight for justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X