For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત નિવેદન: રેપ નહીં રોકી શકાય, વાતને વધારો નહીં

કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ પછી આખો દેશ ગુસ્સામાં છે, ત્યાં જ મોદી સરકારના મંત્રીએ આ ગંભીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ પછી આખો દેશ ગુસ્સામાં છે, ત્યાં જ મોદી સરકારના મંત્રીએ આ ગંભીર મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રેપ કેસ પર જણાવ્યું કે આટલા મોટા દેશમાં રેપની એક બે ઘટના થઇ જાય છે. આ વાતને લાંબી ખેંચવી જોઈએ નહીં. સંતોષ ગંગવારે આ વાત શનિવારે બરેલીમાં કહી હતી.

kathua rape case

કેન્દ્રીય મંત્રીને બાળકો અને મહિલાઓ સાથે થઇ રહેલી બળાત્કાર ઘટના વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ ક્યારેક ક્યારેક તેને રોકી શકાતી નથી. સરકાર દરેક જગ્યા પર સક્રિય છે. કાર્યવાહી કરી રહી છે. આટલા મોટા દેશમાં એક બે ઘટના બની જાય છે. આ વાતને વધારે ખેંચવી જોઈએ નહીં. કેન્દ્રીય મંત્રી ઘ્વારા આ નિવેદન ત્યારે આવ્યું જયારે થોડા કલાક પહેલા જ કેન્દ્ર સરકાર ઘ્વારા 12 વર્ષ કરતા નાની બાળકીના બળાત્કાર કરવા પર ફાંસી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર ઘ્વારા ખુબ જ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો
આપણે જણાવી દઈએ કે શનિવારે કેન્દ્ર સરકારે ખુબ જ અગત્યનો નિર્ણય લીધો હતો. તેમને "પાકસો એક્ટ" માં બદલાવ કર્યો. જેમાં 12 વર્ષ સુધીની બાળકી સાથે રેપ કરવાના દોષીઓને મૌતની સજા આપવામાં આવશે. સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગયી છે. જેના હઠળ હવે જો કોઈ છોકરી સાથે રેપ થાય છે ત્યારે દોષીઓને 7 થી 10 વર્ષની સજા થાય. એટલું જ નહીં પરંતુ જરૂરત અને પરિસ્થિતિ જોઈને તેને ઉમરકેદ માં પણ બદલવામાં આવી શકે છે.

English summary
Do not make fuss over one or two rape incidents union minister santosh gangwar on kathua rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X