દિલ્હીમાં ડોક્ટરોની હડતાલ, સાંસદોની એઇમ્સમાં VIP ટ્રીટમેન્ટનો કર્યો વિરોધ, જાણો શું છે પુરો મામલો
દિલ્હી એઇમ્સમાં સાંસદો માટે વીઆઇપી સેવાના વિરોધમાં ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન અને ડૉક્ટરોના અન્ય સંગઠનોએ AIIMSના ડિરેક્ટર ડૉ એમ શ્રીનિવાસના પત્રનો વિરોધ કર્યો છે, જેમાં સંસદના બેઠક સ
દિલ્હી એઇમ્સમાં સાંસદો માટે વીઆઇપી સેવાના વિરોધમાં ડોક્ટરોએ મોરચો ખોલ્યો છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન અને ડૉક્ટરોના અન્ય સંગઠનોએ AIIMSના ડિરેક્ટર ડૉ એમ શ્રીનિવાસના પત્રનો વિરોધ કર્યો છે, જેમાં સંસદના બેઠક સભ્યો માટે એક SOP અપનાવવાનું કહેવામાં આવ્યું છે. તબીબોના સંગઠનોએ કહ્યું કે તેઓ એઈમ્સમાં વીઆઈપી કલ્ચરનો વિરોધ કરે છે અને તે ખોટું છે કે અન્ય દર્દીની સુવિધા માટે પરેશાની ભોગવવી પડે છે.

સાંસદોની સારવાર માટે SOP
એઈમ્સના ડાયરેક્ટર ડો એમ શ્રીનિવાસે બુધવારે લોકસભાના જોઈન્ટ સેક્રેટરી વાયએમ કંદપાલને પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાંસદો માટે OPD, ઈમરજન્સી કન્સલ્ટેશન અને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા અંગે એક SOP જારી કરવામાં આવી છે. આ SOP દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે સાંસદોને સારી સારવાર મળે.

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને કર્યો વિરોધ
આ પત્ર પર વિરોધ વ્યક્ત કરતા ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ટ્વીટ કરીને લખ્યું કે, 'અમે એમ્સમાં VIP કલ્ચર સામે અમારો વિરોધ વ્યક્ત કરીએ છીએ. જો કોઈ દર્દીને અન્ય કોઈની સુવિધા માટે હેરાનગતિ કરવી પડે તો તે ખોટું છે. વસ્તુઓને યોગ્ય બનાવવા માટે લગાવેલ પ્રોટોકોલને ખોટો કહી શકાય નહી, પરંતુ તેનાથી દર્દીની સારવારમાં કોઈ સમસ્યા ઊભી થવી જોઈએ નહીં.

પીએમ મોદી પર ઉઠાવ્યા સવાલ
આ સાથે જ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશને એઈમ્સમાં VIP કલ્ચરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા છે. ફેડરેશને ટ્વીટમાં લખ્યું, 'એક રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે દેશમાં હવે VIP કલ્ચર નથી રહ્યું અને બીજી તરફ દિલ્હીમાં AIIMSના ડાયરેક્ટર ડો. એમ. શ્રીનિવાસ VIP કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પત્ર લખે છે. પહેલાની જેમ આજે પણ અમે AIIMSમાં VIP કલ્ચરના વિરોધમાં ઉભા છીએ. આ સિવાય દેશભરના ઘણા ડોક્ટરોએ ટ્વીટ કરીને AIIMSના ડિરેક્ટરના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.












Click it and Unblock the Notifications
