'સૌથી મોટા જુઠબાજ'ને PM તરીકે ચૂંટશો નહીં : સોનિયા ગાંધી
રામગઢ (ઝારખંડ), 4 એપ્રિલ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે ભાજપના સ્ટાર ઉમેદવાર નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી વાકહુમલો કરતા કહ્યું હતું કે દેશની જનતા 'સૌથી મોટા જુઠબાજ'ને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટે નહીં.
સોનિયા ગાંધીએ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ઝારખંડમાં એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે વિરોધપક્ષના કેટલાક નેતાઓ સપનાઓ વેચી રહ્યા છે. જાણે કે તોઓ પાસે જાદુની લાકડી હોય અને એક દિવસમાં જ બધી વસ્તુઓ બદલી દેવાના હોય.

છત્તીસગઢના હઝારીબાગ જિલ્લાના રામગઢમાં ચૂંટણી સભામાં ઉપસ્થિત લોકોને સોનિયાએ પ્રશ્ન કર્યો હતો કે 'શું તમે સૌથી મોટા જુઠબાજને વડાપ્રધન તરીકે ચૂંટશો?' લોકશાહી ભલે હોય પણ તેનો મતલબ એ નથી કે ગમે તે વ્યક્તિને સત્તા સોંપી દેવી.
સોનિયા ગાંધીએ માઓવાદીઓને અપીલ કરી હતી કે તેઓ હિંસા છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય. તેમણે કોલસા કામદારોને અપીલ કરતા જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતા ઇન્દિરા ગાંધીએ જ કોલસા ખાણોનું રાષ્ટ્રીયકરણ કરીને કોલસા કામદારોના વિકાસ માટે કામ કર્યું હતું.
તેમણે છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની વિવિધ યોજનાઓ અને સિધ્ધિઓ અંગે પણ વાત કરી હતી.












Click it and Unblock the Notifications
