For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના અરૂણાચલમાં રોડ બનાવવા પર ચીને કહ્યું- ખબરદાર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતના અરૂણાચલમાં સીમાંત વિસ્તારોમાં માર્ગ બનાવવાના સમાચારોના પગલે ચીને ચિંતા વ્યક્ત કરી છે. ચીને વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોંગ લેઇએ જણાવ્યું કે આશા છે કે સરહદ વિવાદનો ઉકેલવા પહેલા ભારત આ પ્રકારની કોઇ હરકત નહીં કરે.

ભારત અરૂણાચલ પ્રદેશમાં 2000 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગૃહમંત્રાલયના સરહદ પ્રબંધન વિભાગના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે 'ચીન પહેલા જ સરહદ પર રેલવે અને રસ્તાઓનો જાળ ફેલાવી ચૂક્યું છે. અમે અમારા વિસ્તારમાં કંઇપણ બનાવીએ તેનાથી ચીનને કોઇ લેવા નથી.'

આ અધિકારીએ જણાવ્યું કે મંત્રાલય અરૂણાચલમાં રસ્તા બનાવવાની યોજના પર કેબિનેટથી મંજૂરી લઇ રહ્યું છે. આ યોજનાને વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી પણ મળી ચૂકી છે.

china india
આ સમાચાર પર પ્રતિક્રિયામાં હોંગ લેઇએ જણાવ્યું કે 'અમને પરિસ્થિતિનું વધુ નિરિક્ષણ કરવાની જરૂરિયાત છે પરંતુ અમે આશા વ્યક્ત કરીએ છીએ કે સરહદ વિવાદ ઉકેલાય ત્યાં સુધી ભારત એવું કોઇ કામ નહીં કહે જે મામલાને વધું ડોહળી દે.' તેમણે જણાવ્યું કે એવું કંઇ ના થવું જોઇએ જેનાથી શાંતિ અને સ્થિરતાની હાલની સ્થિતિ વિચલિત બને.

ગયા મહિને ચીન અને ભારતના સૈનિક લદ્દાખમાં આમને સામને આવી ગયા હતા, જ્યારે ભારતે આરોપ લગાવ્યો હતો કે ચીની સૈનિકો રસ્તો બનાવવાની કોશિશમાં ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યા છે. બંને દેશોના લગભગ એક-એક હજાર સૈનિકો આમને-સામને ઊભા હતા.

English summary
Don't make any move to complicate situation at border: China to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X