For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં લોકો સુધી આસાનીથી સામાન પહોંચાડવા સરકારે કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યા

લૉકડાઉનમાં લોકો સુધી આસાનીથી સામાન પહોંચાડવા સરકારે કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચાવ માટે દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની ઘોષણા થઈગઈ છે. સરકારે કહ્યું કે આ દરમિયાન લોકો સુધી જરૂરી સામાન પહોંચાડવામાં આવશે. પરંતુ કેટલીય જગ્યાએ એવા અહેવાલ પણ આવ્યા હતા કે સામાનની પહોંચ આસાનીથી નથી થઈ શકતી. જેને કારણે માત્ર સામાન્ય દુકાનદારો જ નહિ બલકે જનતાએ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ સરકારે વધુ એક જરૂરી પગલાં ભર્યાં છે.

Coronavirus

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવતા ઉદ્યોગો અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગે લૉકડાઉનની અવધિ 25 માર્ચ 2020થી 14 એપ્રિલ 2020 દરમિયાન માલ, વિનિર્માણ અને જરૂરી વસ્તુના ટ્રાન્સપોર્ટેશન અને તેને વાસ્તવિક સમયમાં સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાની સ્થિતિ પર નજર રાખવા માટે એક નિયંત્રણ કક્ષ (કન્ટ્રોલ રૂમ) સ્થાપિત કર્યો છે.

જો કોઈપણ ઉત્પાદક, ટ્રાન્સપોર્ટર, વિતરક, જથ્થાબંધ વેપારી અથવા ઈ-કોમર્સ કંપનીઓના માલનું ટ્રાન્સપોર્ટેસન અને વિતરણ કે સંસાધનોને એકઠા કરવામાં કોઈપણ પ્રકારના જમીની સ્તરની કઠણાઈનો સામનો કરવો પડે તો તેઓ વિભાગને નીચે આપેલ ટેલીફોન નંબર કે ઈમેલ પર સૂચિત કરી શકે છે- ટેલીફોન નંબર- +91 11 23062487, ઈમેઈલ આઈડી- [email protected]

આ ટેલીફોન નંબર સવારે 8 વાગ્યેથી સાંજે 6 વાગ્યા સુધી કામ કરશે. વિવિધ હિતધારકો દ્વારા આપવામાં આવેલ જાણકારીઓ અને મુદ્દાઓને વિભાગ દ્વારા સંબંધિત રાજ્ય સરકારો, જિલ્લા અને પોલીસ અધિકારીઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ સમક્ષ રાખવામાં આવશે. જેથી તેમની સમસ્યાઓનું જલદીથી જલદી સમાધાન કરી શકાય. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધતા જઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી સંક્રમિત મામલાની સંખ્યા 649 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 13 લોકોના મોત પણ થયાં છે.

કોરોના વાયરસ: સિંગર કનિકા કપૂરની ત્રીજા ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવકોરોના વાયરસ: સિંગર કનિકા કપૂરની ત્રીજા ટેસ્ટનો રિપોર્ટ પોઝિટીવ

English summary
DPIIT sets up control room to monitor the status of transportation and delivery of goods lockdown coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X