લેનિન અને પેરિયાર પછી હવે મેરઠમાં આંબેડકર ની પ્રતિમા તોડાઈ

Posted By:
Subscribe to Oneindia News

ત્રિપુરા પછી દેશના અલગ અલગ રાજ્યોમાં મૂર્તિ તોડવાની ઘટના સામે આવી રહી છે. લેટેસ્ટ મામલો ઉત્તરપ્રદેશ ના મેરઠ જિલ્લાના મવાના માં બન્યો છે. જ્યાં કેટલાક અજ્ઞાત લોકો ઘ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી નાખવામાં આવી છે. આ ઘટના પછી બુધવારે દલિત સમુદાયના લોકો ઘ્વારા વિરોધ પ્રદર્શન કરીને રોડ જામ કરી દેવામાં આવ્યો હતો. જગ્યા પર પહેલી પોલીસે ખંડિત થયેલી મૂર્તિને પોતાના કબ્જામાં લઇ લીધી.

baba saheb ambedkar

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે રાત્રે મેરઠ જિલ્લાના મવાના માં કેટલાક શરારતી તત્વો ઘ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડી નાખવામાં આવી. સવારે જયારે સ્થાનીય લોકો ઘ્વારા જોવામાં આવ્યું કે પ્રતિમા તોડી નાખી છે તો તેમને હંગામો કરવાનું ચાલુ કરી દીધું. ઘટનાની જાણકારી મળતા જ જગ્યા પર પોલીસ અધિકારીઓ પહોંચી ગયા. પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છે તેમને મૂર્તિ બદલવાનું આશ્વાશન પણ આપ્યું છે.

ત્રિપુરામાં લેનિન, તામિલનાડુમાં પેરિયારની મૂર્તિ તોડ્યા પછી હવે મથુરામાં નવો મામલો સામે છે. આ આખી ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તેમને ગૃહ મંત્રાલયને સખત પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે.

English summary
DR br ambedkar statue vandalised by unidentified people in meerut mawana

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.