Droupadi Murmu Speech : ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કર્યો, જાણો ભાષણની મહત્વની બાબત
Republic day 2025 President speech : ભારત 26 જાન્યુઆરીએ તેનો 76મોં પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કર્યો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી અને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાબા સાહેબ આંબેટકરને યાદ કરતા કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરે આપણા દેશને એક મજબૂત બંધારણ આપ્યું. દેશનું બંધારણ સામૂહિક ઓળખનો આધાર છે. બંધારણ આપણા દેશને એક કરે છે. નૈતિકતા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ તત્વ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, બંધારણના 75 વર્ષ એક યુવાન પ્રજાસત્તાકની સર્વાંગી પ્રગતિ દ્વારા ચિહ્નિત થયેલ છે. સ્વતંત્રતા સમયે અને તે પછી પણ દેશના મોટા ભાગો અત્યંત ગરીબી અને ભૂખમરાથી પીડાતા હતા, પરંતુ એક વસ્તુ જેનાથી આપણે વંચિત રહ્યા નથી, આ આપણો આત્મવિશ્વાસ હતો. જેના આધારે આપણે આટલા શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યા છીએ.
તેમણે કહ્યું કે, મોદી સરકારના શાસનમાં દેશનો ઝડપથી વિકાસ થયો છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કદ સતત વધ્યું છે. આ સાથે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના લાખો લોકો આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાઓ લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવી છે.
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના લાખો લોકો આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાઓ લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, મહાકુંભને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ તરીકે જોઈ શકાય છે. આપણા પરંપરાગત રિવાજો અને સંસ્કૃતિઓને જાળવવા અને પુનર્જીવિત કરવા માટે ઘણી ઉત્તેજક પહેલો શરૂ કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અપાર ભાષાકીય વિવિધતાનું કેન્દ્ર છે. આ સમૃદ્ધિને જાળવવા અને ઉજવવા સરકારે આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાઓ તરીકે માન્યતા આપી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
