ડ્રગ કેસ : અનુપ સિંહે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ફતેહગઢ સાહેબના વરિષ્ઠ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું કે"મુખ્ય આરોપી અનુપ સિંહ કાહવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.તેમણે સ્નાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડોલમાંથી તાર કાઢીને પોતાના કાંડાને કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે હવે તેની હાલત ઝોખમમાં નથી. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રયાસમાં તેને કોઇ મોટી ઇજા પહોંચી ન હતી. હવે તેની સામે આત્મહત્યા કરવાનો કેસ નોંધવામાં આવશે."
વિજેન્દરની પૂછપરછ કરવામાં આવશે કે નહીં તેના જવાબમાં તેમણે જણાવ્યું કે આ અંગે હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ કેસના તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે. તેમને તપાસ માટે બોલાવવાનો નિર્ણય હજી સુધી નથી લીધો. જો કે પોલીસ રામસિંહ અને વિજેન્દરની ભૂમિકાઓની તપાસ કરી રહી છે. આજે રામ સિંહને ફરીથી કહેવામાં આવ્યું છે કે તે તપાસ અધિકારીઓની મદદ કરે.












Click it and Unblock the Notifications
