ટ્વિટ બાદ ટ્રેનમાં દારૂ પીનાર 3 યુવકોની ધરપકડ
બેંગ્લોર, 20 ડિસેમ્બર: તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છો અને કંઇક આવું થાય છે તમારી આસપાસ ટ્રેનમાં જે આપત્તિજનક છે અને તમે તેના વિરૂદ્ધ ફરિયાદ કરવા માંગો છો. તો સોશિયલ મીડિયા એક સશક્ત હથિયારના રૂપમાં મદદ કરી શકે છે. જી હાં ટ્વિટર પર એક છોકરીના ટ્વિટે ધમાલ મચાવી દિધી અને રેલ્વે વિભાગને હચમચાવી દિધો.

જો કે પટના થી બેંગ્લોર જનાર સંઘમિત્રા એક્સપ્રેસમાં એક કોચમાં ત્રણ યુવક દારૂ પી રહ્યાં હતા. જેના લીધે તે કોચમાં હાજર એક છોકરી પોતાને અસુરક્ષિત અનુભવી રહી હતી. પરંતુ છોકરીએ આ યુવકોના ફોટાને પોતાના ભાઇની સાથે ટ્વિટર પર શેર કરી ત્યારબાદ તેના ભાઇએ તે ટ્વિટને રેલ મંત્રી સુરેશ પ્રભુ અને રેલ મંત્રલાયની સાથે શેર કરી. જોતજોતામાં ટ્વિટ વાઇરલ થઇ છે અને લોકો આ ટ્વિટને જોરદાર રિટ્વિટ કરવા લાગ્યા.
Sis is in 12295 Departed Y'day. Seat B3-50 has 3 guys on 1 seat drinking & teasing #Help @RailMinIndia @sureshpprabhu pic.twitter.com/Tz0Lrmfw9T
— Ankur Singh (@BihariTweeter) December 19, 2014 ટ્વિટને વાઇરલ થતાં જ રેલ વિભાગના અધિકારીઓ સુધી આ ટ્વિટ પણ પહોંચી ગઇ ત્યારબાદ રેલવે પોલીસે ટ્રેનમાં પહોંચી ત્રણેય યુવકોની ધરપકડ કરી લીધી જો કે તે ટ્રેનમાં દારૂ પી રહ્યાં હતા. આ કાર્યવાહી બાદ લોકો રેલવે વિભાગના મનમુકીને વખાણ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
