For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યોમાં પારો રહેશે 40ને પાર, 21મેથી વરસશે વાદળા

હવામાન વિભાગ અનુસાર 21મેથી દિલ્લી અને એનસીઆરનું તાપમાન ફરીથી બદલાઈ શકે છે. આ દરમિયાન ઝડપી આંધી આવી શકે છે અને વરસાદ થવાનું અનુમાન છે.

|
Google Oneindia Gujarati News

હવામાન વિભાગ અનુસાર 21મેથી દિલ્લી અને એનસીઆરનું તાપમાન ફરીથી બદલાઈ શકે છે. આ દરમિયાન ઝડપી આંધી આવી શકે છે અને વરસાદ પડવાનું અનુમાન છે. આ પહેલા વિભાગે કહ્યુ હતુ કે પશ્ચિમી વિક્ષેપ (western disturbance) સક્રિય થઈ ચૂક્યુ છે. આ દરમિયાન ધૂળ ભરેલી આંધી આવશે અને ગાજવીજ સાથે વાદળો પણ વરસશે. રાજધાની દિલ્લી સાથે એનસીઆરના શહેરો નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, સોનીપતના અલગ અલગ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો અને લોકોને ગરમીમાંથી રાહત મળશે.

આ પણ વાંચોઃ એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકાઆ પણ વાંચોઃ એક્ઝીટ પોલને મમતા બેનર્જીએ ગણાવ્યા ગપ્પા, વ્યક્ત કરી ષડયંત્રની શંકા

આ રાજ્યોમાં આજે પારો રહેશે 40ને પાર

આ રાજ્યોમાં આજે પારો રહેશે 40ને પાર

પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને દિલ્લીમાં હવામાન સૂકુ રહેશે અને ગરમી વધશે. પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં તો પારો ચાલીસને પાર પણ જઈ શકે છે. રવિવારે દિલ્લીમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી રહ્યુ જે સામાન્યથી 3 ડિગ્રી ઓછુ છે. વળી, લઘુત્તમ તાપમાન પણ 23.2 ડિગ્રી રહ્યુ જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછુ છે. હવામાં ભેજનું પ્રમાણ 24થી 74 ટકા રહ્યુ.

પ્રી-મોનસુન વરસાદમાં ઘટાડો

પ્રી-મોનસુન વરસાદમાં ઘટાડો

દેશના ઘણા ભાગોમાં કૃષિ માટે મહત્વપૂર્ણ સમય માર્ચથી મે મહિના સુધી મોનસુન પહેલાની વરસાદમાં 22 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગના આંકડાઓથી એ માલુમ પડે છે. હવામાન વિભાગે એક માર્ચથી 15 મે સુધી 75.9 મિલીમીટર વરસાદ નોંધ્યો કે જે સામાન્યથી લગભગ 22 ટકા ઓછો છે.

ચોમાસામાં મોડુ

ચોમાસામાં મોડુ

આ વખતે ચોમાસુ થોડુ મોડુ છે. તે કેરળમાં પાંચ દિવસ લેટ સાથે 6 જૂને પહોંચશે. કેરળમાં ચોમાસુ સામાન્ય રીતે એક જૂનના રોજ પહોંચે છે પરંતુ આમાં સાત દિવસનો ફેરફાર છે. જો કે ખાનગી હવામાન એજન્સી સ્કાઈ મેટે ચાર જૂને ચોમાસુ કેરળ પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ હવામાન વિભાગે તેના રિપોર્ટને ફગાવીને કહ્યુ કે છ જૂને ચોમાસુ કેરળ પહોંચશે.

ગરમી ચરમ સીમાએ

ગરમી ચરમ સીમાએ

જો કે ઉત્તર ભારતમાં ગરમી ચરમ સીમાએ છે, સૂર્યની વધતા તાપથી પારો ફરીથી એક વાર 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. પશ્ચિમ રાજસ્થાનના દૂરના ક્ષેત્રોમાં લૂ લાગી રહી છે. રાજ્યનું સૌથી ગરમ સ્થળ શ્રીગંગાનગર રહ્યુ. અહીંનુ મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ તો વળી દક્ષિણ ભારતમાં પણ તેલંગાના અને આંધ્રપ્રદેશ ગરમીથી ત્રસ્ત રહ્યુ.

English summary
Dry and warm weather in Punjab, Hariyana, Delhi, UP, Rajasthan until May 21, rains thereafter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X