2 જાન્યુઆરીથી તમામ રાજ્યોમાં કોરોના વેક્સીનનો ડ્રાઈ રન શરૂ થશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વેક્સીનને લઈ ગુડ ન્યૂઝ મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે 2 જાન્યુઆરી એટલે કે શનિવારે દેશના દરેક રાજ્યમા વેક્સીનનું ડ્રાઈ રન શરૂ થશે. આના માટે તમામ રાજ્યોના અમુક સ્થાનોને જ પસંદ કરવામાં આવશે. જણાવી દઈએ કે અગાઉ 28 અને 29 ડિસેમ્બરે 4 રાજ્યોમાં ડ્રાઈ રનનું આયોજન કરાયું હતું.
અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવું જ ડ્રાઈ રન કરાયું હતું. જેમાં પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સામેલ હતાં. ચારેય રાજ્યોમાં ડ્રાઈ રનને લઈ સારાં રિઝલ્ટ સામે આવ્યાં હતાં. જે બાદ હવે સરકારે આખા દેશમાં આ ડ્રાઈ રનને લાગૂ કરવાનો ફેસલો લીધો છે. આના માટે 96 હજાર ડૉક્ટરને ટ્રેનિંગ આપવામાં આવી છે. આના માટે હેલ્પલાઈન નંબર 104 જાહેર કરવામા આવી છે. કેન્દ્ર સરકારે આના માટે તમામ રાજ્યોને અલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
આજે પીએમ મોદીએ પણ રાજકોટમાં એમ્સ હોસ્પિટલના શિલાન્યાસ કાર્યક્રમને સંબોધિત કરતા સંકેત આપ્યા હતા કે જલદી જ કોરોનાની વેક્સીનનો ડોઝ જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવશે. આની સાથે જ બુધવારે DCGIના ડૉક્ટર વીજી સોમાનીએ વેક્સીન સાથે જોડાયેલ મહત્વનું નિવેદન આપ્યું હતું. સોમાનીએ કહ્યું કે નવા વર્ષમાં આપણે ખાલી હાથ નહિ હોઈએ.
ડ્રાઈ રનમાં શું થાય
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો મુજબ ડ્રાઈ રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિહ્નિત કરવાનું રહેશે. આ બંને શહેરોમાં વેક્સીન પહોંચાડવા, હોસ્પિટલે સુધી જવા, લોકોને બોલાવવા, પછી ડોઝ આપવા માટે પૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
સાથે જ સરકારે કોરોના વેક્સીનને લઈ જે કોવિડ મોબાઈલ એપ બનાવી છે, તેનું પણ ટ્રાયલ કરવામાં આવશે. આ ડ્રાઈ રન દરમ્યાન જે લોકોને વેક્સીન આપવામાં આવનાર છે, તેમને એસએમએસ મોકલવામાં આવશે. જે બાદ અધિકારીઓથી લઈ સ્વાસ્થ્ય કર્મીઓ વેક્સીનેશન પર કામ કરશે.