
''pkમાં લાગ્યા છે દુબઇ અને આઇએસઆઇના પૈસા''
આગરા, 29 ડિસેમ્બર: આમિર ખાનની ફિલ્મ પીકેના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકર્તાઓને આગરામાં પ્રદર્શન કર્યું. તે રવિવારે સાંજે શ્રી ટોકિઝમાં પહોંચી ગયા અને ફિલ્મની સ્ક્રિનિંગમાં અડચણ ઉભી કરી.
કાર્યકર્તાઓને ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા અને મેનેમેંટને ફિલ્મ બતાવવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી. તે આમીર ખાનની વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યાં હતા. આમીર ખાન પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવતાં તેમણે ત્યાં સુધી કહી દિધું કે આમિરને પાકિસ્તાન જતા રહે.
સિનેમા હોલ મેનેજમેંટે ન્યૂ આગરા પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. શહેરના એસપી સમીર સૌરભે કહ્યું કે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ બજરંગના મદન શર્મા અને વીએચપીના રાજેન્દ્ર ગર્ગે આમીર ખાની ટીકા કરતાં કહ્યું કે ફિલ્મમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી પોતાની હિન્દુ વિરોધી ભાવનાઓ પ્રદર્શિત કરી રહ્યાં છે.
pkમાં લાગ્યા છે દુબઇ અને આઇએસઆઇના પૈસા: સ્વામી
શું આમીર ખાન-રાજકુમાર હિરાનીની ફિલ્મ પીકેમાં દુબઇ અને આઇએસઆઇના રોકાયા છે? ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી તો આમ જ માને છે. પીકેને લઇને વિરોધ-પ્રદર્શન વચ્ચે સ્વામીએ કહ્યું કે પીકે ફિલ્મ પાછળ દુબઇ અને આઇએસઆઇના પૈસા લાગ્યા હોવાના સમાચાર મળ્યા છે. સ્વામીએ ટ્વિટ કર્યું છે, ''ફિલ્મ પીકેને કોણે ફાઇનાન્સ કર્યું? મારા સૂત્રોના અનુસાર તેમાં લાગેલા પૈસા દુબઇ અને આઇએસઆઇ સુધી ટ્રેસ કરવામાં આવે છે. ડીઆરઆઇને તેની તપાસ કરવી જોઇએ.'
Who financed the PK film? According to my sources it is traceable to Dubai and ISI. DRI must investigate
— Subramanian Swamy (@Swamy39) December 29, 2014
પીકે ફિલ્મનો સતત વિરોધ થઇ રહ્યો છે અને તેના પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે. રવિવારે પણ ફિલ્મના વિરોધમાં ઘણી જગ્યાએ વિરોધ-પ્રદર્શન થયા અને ક્યાંક-ક્યાંક ફિલ્મ ચાલવા ન દિધી. મુખ્ય વિરોધી કટ્ટરપંથી હિન્દુ સંગઠનો દ્વારા જે આ ફિલ્મમાં આ હિન્દુ ધર્મ અને દેવી-દેવતાઓના અપમાનનો આરોપ લાગી રહ્યો છે. પીકેના વિરોધમાં યોગ ગુરૂ બાબા રામદેવ પણ કુદી પડ્યા છે, તેમણે તેના સામાજિક બહિષ્કારની માંગણી કરી છે. કેટલાક મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મગુરૂઓએ પણ આ ફિલ્મના કેટલાક ભાગ પર વાંધો ઉઠાવ્યો છે. જો કે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ફિલ્મ ટીકાકારોએ ફિલ્મની પ્રશંસા કરી છે.