બિહારમાં ગરમીના કારણે હાહાકાર, 'લૂ' ના કારણે એક દિવસમાં 30 લોકોના મૌત

પ્રચંડ ગરમીના કારણે આ સમયે લોકોનું જીવવાનું મુશ્કેલ થઇ ગયું છે, બિહારમાં ગરમીના કારણે આ સમયે હાહાકાર મચી ગયો છે, ગરમી અને લૂનાં કારણે લગભગ એક દિવસમાં 30 લોકો મોતના શિકાર બન્યા છે

પ્રચંડ ગરમીના કારણે આ સમયે લોકોનું જીવવાનું મુશ્કેલ થઇ ગયું છે, બિહારમાં ગરમીના કારણે આ સમયે હાહાકાર મચી ગયો છે, ગરમી અને લૂનાં કારણે લગભગ એક દિવસમાં 30 લોકો મોતના શિકાર બન્યા છે. એકલા ઔરંગાબાદથી 26 લોકોના મૃત્યુના સમાચાર આવ્યા છે, બાકીના ચાર નવાડા અને ગયામાં થયા છે, સિવિલ સર્જન ડૉ. સુરેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે ઔરંગાબાદમાં 40 લોકો હજુ પણ ગરમીના રોગોને લીધે સારવાર લઈ રહ્યા છે, તેમાંના 10 કેસો ગંભીર છે.

ઔરંગાબાદમાં ગરમીને કારણે 30 લોકોના મોત થયા

ઔરંગાબાદમાં ગરમીને કારણે 30 લોકોના મોત થયા

ઔરંગાબાદ, નવાડા અને ગયા જિલ્લામાં મોતની સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે, મુખ્યમંત્રી નીતિશકુમારે આ બનાવ અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને મૃતકોના સંબંધીઓને રૂ. 4 લાખનું વળતર જાહેર કર્યું છે, તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રાજ્યની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખતા સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. શનિવારે, ઓરંગાબાદમાં મહત્તમ તાપમાન 43 નોંધાયું હતું અને ગયામાં 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પટણામાં શાળાઓ 19 મી જૂન સુધી બંધ રહેશે

પટણામાં શાળાઓ 19 મી જૂન સુધી બંધ રહેશે

બિહાર સરકારે શનિવારે જણાવ્યું હતું કે હાલની હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શહેરની બધી શાળાઓ 19 મી જૂન સુધી બંધ રહેશે. આ બીજી વખત છે જ્યારે જિલ્લા વહીવટએ હવામાનને લીધે શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ રદ કરી છે. અગાઉ 9 જૂને, જિલ્લા અધિકારીએ 16 જૂન સુધી શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ચોમાસુ થયું લેટ

ચોમાસુ થયું લેટ

ચક્રવાત 'વાયુ' એ દેશમાં કોઈ વિનાશ તો નથી કર્યો, પરંતુ ચોમાસું ખૂબ જ અસરગ્રસ્ત થયું છે, ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગે જણાવ્યું છે કે બિહાર, યુપી અને દિલ્હી સહિતના ઉત્તર ભારતના ઘણા રાજ્યોને વરસાદ માટે 10 થી 15 દિવસ હજુ વધારે રાહ જોવી પડશે. ઇન્ડિયન મેટ્રોલોજિકલ સોસાયટીના બિહારના અધ્યક્ષ, ડો. પ્રધાન પાર્થસારથીના જણાવ્યા મુજબ, 'વાયુ' ના કારણે, બિહારમાં ચોમાસું 25 જૂન સુધી પ્રવેશ થવાની ધારણા છે.

કેમ ગરમી છે

કેમ ગરમી છે

દક્ષિણ અને ઉત્તરપૂર્વમાં ચોમાસાની ધીમી ગતિને કારણે ઉત્તરીય અને પશ્ચિમી ભારતના રાજ્યોમાં ગરમી વધી રહી છે અને આગામી થોડા દિવસો સુધી ગરમીથી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગ અનુસાર, જો કોઈ પણ ક્ષેત્રમાં તાપમાન સતત બે દિવસ માટે 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે, તો 'લૂ' ની સ્થિતિ જાહેર કરવામાં આવે છે. જો પારો 47 ડિગ્રી સેલ્સિયસ અથવા ઉપર જાય, તો 'લૂ'ની ગંભીર સ્થિતિ બની જાય છે. દિલ્હીમાં, એક દિવસમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય તો, લુની સ્થિતિ જાહેર કરવામાં આવે છે, આ સમયે દિલ્હીમાં 'લૂ ની ગંભીર સ્થિતિ' છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X