For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cloudburst:પ્રેગ્નન્ટ ક્લાઉડના ક્રોધને કહે છે વાદળ ફાટવું, જાણો શું હોય છે અવકાશીય વીજળીમાં?

ભારે વરસાદને કારણે હિમાચલના ધર્મશાળામાં ભાગસુ નાગમાં વાદળ ફાટવાથી તબાહીના મંજર સર્જાયા છે. ઘણા મકાનો અને હોટલો ધરાસાઈ થયા છે. આ ઉપરાંત કેટલાય વાહનો પાણીમાં તણાયા છે.

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદને કારણે હિમાચલના ધર્મશાળામાં ભાગસુ નાગમાં વાદળ ફાટવાથી તબાહીના મંજર સર્જાયા છે. ઘણા મકાનો અને હોટલો ધરાસાઈ થયા છે. આ ઉપરાંત કેટલાય વાહનો પાણીમાં તણાયા છે. સૌથી મહત્વનું એ કે બે લોકો હજુ લાપતા હોવાના સમાચાર છે. બીજી તરફ દેશના ત્રણ મોટા રાજ્યો, યુપી, એમપી અને રાજસ્થાનમાં રવિવારે વીજળી પડવાથી 70 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તમને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુમાં ઘણી વાર આવી ઘટના બને છે ત્યારે સવાલ થાય એ સ્વભાવિક છે કે વાદળ ફાટવુ અને વીજળી કેમ પડે છે?

વાદળ ફાટવુ એટલે શું?

વાદળ ફાટવુ એટલે શું?

વાદળ ફાટવાનો અર્થ થાય છે પ્રેગ્નેન્ટ ક્લાઉડનો ગુસ્સો ફુટવો. પ્રેગ્નેન્ટ ક્લાઉડનો અર્થ થાય છે પાણીથી ભરેલા વાદળો. આવા વાદળો કોઈ અડચણ સાથે ટકરાય ત્યારે મોટા પ્રમાણમાં પાણી વર્ષે છે. જેના કારણે પુરની પરિસ્થિતી સર્જાય છે. પ્રવાહ તેજ હોવાથી રસ્તામાં જે પણ આવે તેને તાણી જાય છે.

પ્રેગ્નન્ટ ક્લાઉડ

પ્રેગ્નન્ટ ક્લાઉડ

આ એક કુદરતી ઘટના છે. હવામાન શાસ્ત્રીઓના મતે પ્રેગ્નન્ટ ક્લાઉડમાં અનેક ગેલન પાણી હોય છે અને તેના કારણે તે કોઈ અવરોધ સાથે ટકરાતા જ ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે અને તે ઝડપથી ફૂટી જાય છે. જેનાથી ભારે વરસાદ થાય છે. ચોમાસામાં સાઉથ વેસ્ટનું ચોમાસુ ઝડપથી આગળ વધે છે ત્યારે આવા વાદળોની સંખ્યા વધારે હોય છે. જેના કારણે ચોમાસામા આવી ઘટનાઓ વધુ જોવા મળે છે.

અવકાશી વીજળી શું હોય છે?

અવકાશી વીજળી શું હોય છે?

અવકાશી વીજળીને વ્રજપાત પણ કહેવામાં આવે છે. જે ઘણીવાર વિનાશનું કારણ પણ બને છે. વાતાવરણમાં ઇલેક્ટ્રિક કણો એકબીજામાં સ્થાનાંતરિત થાય છે ત્યારે મોટો અવાજ થાય છે. જેને ઠંડર તરીકે ઓળખવામાં આવે છે. વરસાદના દિવસોમાં વાદળો વચ્ચે ટકરાવ થાય છે. તેમાંથી થતા સ્પાર્કને આપણે વિજળીનો ચરકારો કહીએ છીએ.

શું કરવુ અને શું ન કરવુ?

શું કરવુ અને શું ન કરવુ?

જો ભારે વરસાદ પડી રહ્યો હોય અને વીજળીના ચમકારા થઈ રહ્યા હોય તો ખુલ્લા મેદાનથી દૂર રહો. વીજળી ઉંચી વસ્તુઓ સાથે ટકરાય છે માટે આ સમય દરમિયાન મોટા ઝાડ કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી પણ દૂર રહેવું જોઈએ. તમે કારમાં જઈ રહ્યા છો તો કારના દરવાજા બંધ કરીને કારની અંદર જ રહો, તે સલામત છે. જો વીજળી કાર પર પડે છે, તો તે કારની અંદર નહીં પણ સીધી તેની ઉપરની સપાટી દ્વારા જમીનમાં ઉતરી જશે. છત્રીનો ઉપયોગ ન કરવો. કેમ કે વીજળી છત્રીની ધાતુ તરફ આકર્ષાય છે. ઘરના તમામ ઇલેક્ટ્રિક સાધનો બંધ કરો. ઘરની બાલ્કની અથવા ટેરેસ પર મોબાઇલનો ઉપયોગ ન કરવો.

English summary
Due to heavy rain, 'cloud burst' has caused huge destruction in Bhagsu Nag of Dharamshala city of Himachal, many houses and hotels have been flooded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X