
આજે આ રાજ્યમાં પહોંચી શકે છે ચોમાસુ, ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ
સોમવારે મુંબઈવાસીઓ અને ઉત્તરાખંડ વાસીઓને ખુશ કર્યા બાદ આજે ચોમાસુ યુપીની રાજધાની લખનઉ સહિત રાજ્યના ઘણા શહેરોમાં દસ્તક દઈ શકે છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગનું કહેવુ છે કે ચોમાસાની વરસાદ દરમિયાન ઝડપી પવન ફૂંકાઈ શકે છે અને વિજળી પણ થઈ શકે છે. જો કે તમને જણાવી દઈએ કે ચોમાસાએ દેશના અડધાથી વધુ ભાગોને કવર કરી લીધુ છે અને તેની ગતિ સામાન્ય છે જેનાથી આશા રાખી શકાય છે કે આ મહિનાના અંત કે જુલાઈના પહેલા સપ્તાહ સુધી તે સમગ્ર ભારતને કવર કરી લેશે.
આ પણ વાંચોઃ Video: ભારત સામે હાર્યા બાદ આત્મહત્યા કરવા ઈચ્છતા હતા પાકિસ્તાન કોચ મિકી આર્થર

ઉત્તરાખંડમાં સારો વરસાદ
24 જૂને ચોમાસાએ ઉત્તરાખંડના ઘણા ભાગોમાં દસ્તક આપી છે. ઉત્તરાખંડમાં ચોમાસુ લગભગ એક સપ્તાહ વિલંબથી પહોંચ્યુ છે. મોનસુનના આગમન સાથે જ ઉત્તરાખંડમાં સારો વરસાદ જોવા મળશે. મોનસુનની ઉત્તરી સીમા હાલમાં ઉત્તરાખંડના મુક્તેશ્વર થઈને પસાર થઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને તેની પાસેના પાકિસ્તાનના ભાગો પર ચક્રવાતી હવાઓના ક્ષેત્રના રુપમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલુ છે.

કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ
સોમવારે કર્ણાટકના હુબલી અને કેરળના ઘણા સ્થળોએ ભારે વરસાદ થયો. સ્કાઈમેટનું કહેવુ છે કે આવનાપા 24 કલાકોની અંદર અહીં ભારે વરસાદ ચાલુ રહેશે. છેલ્લા ચાર દિવસોમાં મોનસુનની ગતિ ઝડપી હોવાના કારણે તેણે દેશના 10 રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવી દીધી છે અને હવે તે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે.

84 ટકા ઓછો વરસાદ
હવામાન વિભાગના ડેટા મુજબ આ વર્ષે હવામાન વિભાગે 84 ટકા ઓછો વરસાદ નોંધ્યો છે. ભારતમાં વરસાદની ઋતુ એક જૂનથી શરૂ થઈને 30 સપ્ટેમ્બર સુધી રહે છે પરંતુ 22 જૂન સુધી મોનસુનમાં સરેરાશ લગભગ 39 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દિલ્લીમાં પણ થશે વરસાદ
રાજધાની દિલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં આજથી લઈને 25 તારીખ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાનની માહિતી આપનારી સંસ્થા સ્કાઇમેટે દિલ્લી-એનસીઆરમાં આગામી અમુક કલાકોમાં ઝડપી પવન સાથે વરસાદની ચેતવણી આપી છે. વળી, ભારતીય હવામાન વિભાગે બુધવાર સુધી માત્ર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સ્કાઈમેટે દિલ્લી-એનસીઆર સાથે સાથે રાજસ્થાન અને ઝારખંડના પણ ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હાલમાં મોનસુન દિલ્લીમાં 1 જૂલાઈએ દસ્તક દઈ શકે છે.