DY ચંદ્રચુડ ભારતના આગામી CJI તરીકે 9 નવેમ્બરે શપથ લેશે!
ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયધીસ બનશે. મુખ્ય ન્યાયાધીશ તરેકે ડીવાય ચંદ્રચુડ 9 નવેમ્બર 2022ના રોજ શપથ લેશે. તેઓ 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે.
નવી દિલ્હી : ડીવાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયધીસ બનશે. મુખ્ય ન્યાયાધીશ તરેકે ડીવાય ચંદ્રચુડ 9 નવેમ્બર 2022ના રોજ શપથ લેશે. તેઓ 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ ટ્વિટ કર્યું કે, ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ 9 નવેમ્બર 2022 થી પ્રભાવી રીતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ પછી ડીવાય ચંદ્રચુડ 9 નવેમ્બરે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 નવેમ્બરે તેમને શપથ લેવડાવશે.
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે તેમને 8 નવેમ્બરે નિવૃત્ત થયા બાદ તેમના અનુગામીનું નામ આપવા કહ્યું હતું. તેમણે ઓગસ્ટમાં CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે તેઓ જસ્ટિસ એનવી રમનાના સ્થાને આવ્યા હતા. જસ્ટિસ યુયુ લલિતની નિવૃત્તિ પર ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના 50મા જજ બનશે. ચીફ જસ્ટિસ યુયુ લલિતનો કાર્યકાળ 74 દિવસનો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
