Earthquake: આંદામાન-નિકોબાર ટાપુઓમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

Earthquake: આજે સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સીએ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ને ટાંકીને જણાવ્યું છે કે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. GFZ મુજબ ભૂકંપ સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

Earthquake

નોંધનીય છે કે, આંદામાન સમુદ્ર અને તેની આસપાસના ટાપુ વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે અને સુનામીનો ભય પણ રહે છે. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે લગભગ 2 અઠવાડિયા પહેલા દિલ્હી-NCRમાં સતત 2 દિવસ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપીય પ્રવૃત્તિઓએ નિષ્ણાતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક કરી દીધા છે.

ભૂકંપ શા માટે આવે છે?

આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે સાત મોટી અને ઘણી નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળી જાય છે અને જ્યારે વધુ પડતું દબાણ આવે છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ડિસ્ટર્બન્સ પછી ભૂકંપ આવે છે.

ભૂકંપ આવે તો શું કરવું?

  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X