દિલ્હી- એનસીઆરમાં 6.2નો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા

Posted By: Chaitali
Subscribe to Oneindia News

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લોકોને ભૂંકપના તેજ આંચકા અનુભવાયા છે. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના તેજ આંચકા લોકોએ અનુભવ્યા છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ 15 થી 20 સેકન્ડ સુધી લોકોને આંચકા અનુભવાયા હતા. જે પછી ડરના માર્યા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. શરૂઆતી રિપોર્ટ મુજબ આ ભૂકંપનું કેન્દ્ર અફધાનિસ્તાનના હિંદકુશ ક્ષેત્ર છે તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે ભારત સિવાય ઇસ્લામાબાદમાં પણ લોકોએ ભૂકંપના તેજ આંચકા અનુભવ્યા છે. હાલ તો ભૂકંપના કારણે જાન-માલના કોઇ મોટા નુક્શાનની ખબરો આવી નથી. જો કે ભૂંકપના કારણે અનેક લોકો ઘરની બહાર રસ્તા પર એકઠા થવા લાગ્યા છે.

earthquke

ઉલ્લેખનીય છે કે નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજીના ડાયરેક્ટર વીકે ગેહલોત ભૂકંપ પછી જણાવ્યું હતું કે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ અફધાનિસ્તાનમાં હિંદુકુશ વિસ્તાર હતો. અને તે જમીનથી 190 ઊંડાણમાં અનુભવાયો હતો. તેમ છતાં દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં તેના કારણે તીવ્ર આંચકા અનુભવાયા હતા. તો બીજ તરફ બુલીચિસ્તાનમાં ભૂકંપના કારણે એક વ્યક્તિની મોત સમતે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ખબર આવી છે. અહીં પણ પાકિસ્તાન મીડિયા મુજબ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

English summary
Earthquake : 6.2 richter scale earthquake tremors felt in Delhi-NCR. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.